Biparjoy Cyclone: ઓખામાં દરિયાની થપાટ વાગતા ક્ષણભરમાં બોટ પલટી ગઈ
દ્વારકાઃ બિપોરજોય વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, પોરબંદર, દ્વારકા સહિત ઘણા સ્થાનો પર જોવા મળવાની છે ત્યારે ઓખા ખાતે 10 નંબરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું…
ADVERTISEMENT
દ્વારકાઃ બિપોરજોય વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, પોરબંદર, દ્વારકા સહિત ઘણા સ્થાનો પર જોવા મળવાની છે ત્યારે ઓખા ખાતે 10 નંબરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન સતત ભારે પવન અને દરિયાની થપાટ વાગતા ઓખા જેટીએ લાંગરવામાં આવેલી બોટ જોત જોતામાં પલટી વાગીને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બોટ માલિકને ભારોભાર નુકસાન થવા પામ્યું હતું. બિપોરજોયને હવે લેન્ડફોલ થવામાં થોડા જ કલાકો બાકી છે ત્યારે તેના કારણે થનારી તબાહીનું આ એક માત્ર ટીઝર જેવું હતું.
Biparjoy: દમણના આ બે બીચ પર કલમ 144 લાગુ, 17મી સુધી પ્રવેશ નિષેધ
દરિયાનું રૌદ્ર રૂપ
ગુજરાતમાં દ્વારકામાં સ્થિતિ અત્યંત ગંભીર બનવા લાગી છે. દરિયો રીતસર ગાંડોતૂર થઈને પોતાની ભયાનકતા દર્શાવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ પણ દ્વારકાના દરિયાની ભયાનકતાની વાતો ઘણી આપણે સાંભળી પણ છે જોકે હવે બિપોરજોય વાવાઝોડાની સંગત મળતા આ દરિયો અત્યંત ભયાનક સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. હાલમાં દરિયાના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ઓખા જેટી ખાતે લાંગરવામાં આવેલી બોટ પૈકીની એક બોટ ધસમસતા દરિયાના પાણી અને ભારે પવનથી અચાનક પલટી ખાઈ ગઈ હતી. ક્ષણ ભરમાં તો બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ જોતા જ્યારે વાવાઝોડા સામે તોતિંગ બોટનું કશું ચાલ્યું નથી તો આગળ શું થશે તેની કલ્પના જ ડરામણી લાગી રહી છે.
એટીવીટી સેન્ટર થયું ધરાશાયી
દ્વારકામાં ભારે પવનની ઝડપને કારણે દ્વારકા મામલતદાર કચેરીના પ્રાંગણમાં ATVT સેન્ટર ધરાશાયી થઈ ગયું હતું. જોકે ઓફિસ બંધ હોવાને કારણે કોઈને કંઈ થયું નથી. વાવાઝોડાની માહિતી મળતાં જ દ્વારકા એટીવીટી સેન્ટરના તમામ વિદ્યુત ઉપકરણોને સલામત સ્થળે રાખવામાં આવ્યા હતા, જેના કારણે ઓફિસને કોઈ નુકસાન થયું ન હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT