બિપોરજોય વાવાઝોડાએ કચ્છી ખારેકના ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ બિપોરજોય વાવાઝોડાએ કચ્છી ખારેકના ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો છે. વાવાઝોડું કચ્છમાંથી પસાર થયા છતાંય જિલ્લા તંત્રના આગમચેતી પગલાંઓ થકી એક પણ માનવ મૃત્યુ નોંધાઇ ન હતી, પરંતુ આ વાવાઝોડાના કારણે સૌથી મોટું નુકસાન ખેતીને પહોંચ્યું છે. તેમાં પણ ખારેકની સીઝન હજુ તો શરૂ જ થઈ હતી અને વાવાઝોડાએ ખારેકના ઝાડવાઓને જળમૂળથી ઉખેડી ફેંક્યા હતા.

ખારેકની ખેતી એક પેઢી પાછળ ઠેલાઈ
ઉનાળો અંત તરફ આવતા જ કચ્છના ખેડૂતોની વાડીઓમાં ખારેક તૈયાર થવા આવી હતી. ખેડૂતોએ હજુ તો પાક ઉતારવાનો શરૂ જ કર્યો હતો ત્યાં વાવાઝોડું ત્રાટકતા ખેડૂતોના 20 થી 25 વર્ષ જૂના ખારેકના પૂરેપૂરા ઝાળ જ પડી ગયા હતા. હવે ખેડૂતોને ફરી નવેસરથી ખારેકની ખેતીની શરૂઆત કરી નવા ઝાળ વાવી, તેને ઉછેરી તેનો ઉત્પાદન મેળવશે તેમાં તેમની ખેતી એક પેઢી પાછળ ધકેલાઈ જશે.

સોનાના વેઢલા માટે લૂંટારુઓએ મહિલાના કાન કાપી નાખ્યાઃ દ્વારકામાં બની ચોંકાવનારી ઘટના

મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે 75 એકરમાં કેસર કેરી અને કચ્છી ખારેકની ખેતી કરતા શિવરાજ ગઢવીની વાડીમાં ખારેકના 1200 જેટલા ઝાડ હતા. જેમાંથી વાવાઝોડામાં 700 જેટલા ઝાડ પડી ગયા હતા. ખેડૂત શિવરાજ ભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, “ખારેકનું વાવેતર કરી તેમાંથી પોષણક્ષમ ઉત્પાદન મેળવવામાં 7 થી 8 વર્ષ લાગી જાય છે. અમારા બધા ઝાડ 25 વર્ષ જૂના હતા જે પડી જતા અમે ખેતીમાં એક પેઢી પાછળ જતા રહ્યા છીએ.” કચ્છમાં 56 હજાર હેક્ટરમાં બાગાયત પાકોનું વાવેતર થાય છે જેમાંથી 18 હજાર હેક્ટરમાં ખારેકનું વાવેતર થાય છે. દર વર્ષે કચ્છના 6 હજાર ખેડૂતો 1.75 લાખ ટન ખારેકનું ઉત્પાદન કરે છે. તેમાં પણ ખાસ મુન્દ્રા તાલુકાનું ઝરપરા ગામ કચ્છી ખારેકનું પોકેટ કહેવાય છે. કાંઠાળ વિસ્તારમાં વાવાઝોડાની અસર સૌથી વધારે દેખાતા મુન્દ્રા તાલુકાની ખારેકની ખેતીને પણ મસમોટું નુકસાન પહોંચ્યું હતું.

ADVERTISEMENT

‘બાળકના જન્મથી લઈ ઘરના બધા પ્રસંગો ખારેક પર નિર્ભર હતા’
વાવાઝોડું શરૂ થતાં જ મુન્દ્રા વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ઝરપરા, ભુજપુર, ગુંદાલા સહિત મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં ખારેકનો પાક બગડ્યો હતો. તો સાથે જ ભારે પવન ફૂંકાતા વાડીઓમાં અનેક ઝાળ જળમૂળથી ઉખડી ગયા હતા. ખેડૂતોએ પોતાના સંતાનની જેમ ઉછેરેલા ઝાળ એકાએક ધરાશાયી થઈ જતા ખેડૂતોની બધી જ મહેનત પર પાણી નહીં પરંતુ હવા ફરી ગઈ હતી. મુન્દ્રા તાલુકાના જ મોટી ભુજપુર ગામમાં ખારેકની ખેતી કરતા રામ જેસાણીએ જણાવ્યું હતું કે, “અમારા બાળકના જન્મથી લઈને અમારા પરિવારના બધા પ્રસંગો ખારેકના પાક પર નિર્ભર હોય છે. અમે ખારેકના પાક પર એડવાન્સ પૈસા મેળવી અમારા પ્રસંગો સાચવી લઈએ છીએ પરંતુ અમારા ઝાળ જ બચ્યા નથી તો હવે પરિવારના પ્રસંગો કઇ રીતે સચવાશે અમને તેની ચિંતા છે.”

    follow whatsapp

    ADVERTISEMENT