કચ્છમાં વાવાઝોડાની અસર શરૂ, માંડવી-દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ, દરિયાએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ
અમદાવાદ: ગુજરાતના કાંઠે પહોંચેલું બિપોરજોય વાવાઝોડું આજે સાંજે કચ્છમાં ત્રાટકે તેવી આગાહી છે. હાલમાં વાવાઝોડું જખૌ બંદરથી 180 કિલોમીટર દૂર છે. ત્યારે અત્યારથી દરિયાનું રૌદ્ર…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતના કાંઠે પહોંચેલું બિપોરજોય વાવાઝોડું આજે સાંજે કચ્છમાં ત્રાટકે તેવી આગાહી છે. હાલમાં વાવાઝોડું જખૌ બંદરથી 180 કિલોમીટર દૂર છે. ત્યારે અત્યારથી દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. માંડવીમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે. વાવાઝોડાના સંકટના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારથી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ગયા છે અને વાવાઝોડા પર નજર રાખી રહ્યા છે.
દ્વારકાથી લઈને અમદાવાદ સુધી વરસાદી માહોલ
બીજી તરફ દ્વારકામાં પણ ગઈકાલથી સવાર સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. દ્વારકા નજીકથી પસાર થઈ રહેલા વાવાઝોડાને કારણે સમુદ્રમાં 15 થી 20 ફૂટના મોજા ઉછળી રહ્યા છે. ગઈકાલ કરતાં આજ સવારથી પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ગુરુવારે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તો બનાસકાંઠા, નવસારીમાં પણ ભારે પવન સાથે સવારથી વરસાદ પડી રહ્યો છે.
ADVERTISEMENT
દ્વારકા ડેપોની બસો જામનગરમાં મૂકાઈ
વાવાઝોડાના કારણે એસ.ટીના દ્વારકા તરફના તમામ રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે અને દ્વારકા ડેપોની તમામ બસોને જામનગર ડેપોમાં સુરક્ષિત રાખી દેવામાં આવી છે. તેમજ શહેરના માર્ગો પર પણ લોકોની ચહેલ પહેલ ઓછી જોવા મળી રહી છે.
મુખ્યમંત્રી રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર
વાવાઝોડાના એલર્ટના પગલે મુખ્યમંત્રી, હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી તથા અન્ય અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ગયા છે. ત્યાંથી વાવાઝોડાની દિશા અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જૂનાગઢના માંગરોળ બંદર પર 100KMની ઝડપે પવન ફૂંકાયો
જૂનાગઢના માંગરોળ બંદર પર પણ 90થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ હ્યો છે. વરસાદના પગલે દરિયામાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ચૂકી છે અને 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ધીમે ધારે વરસાદ શરૂ થઈ ગયો છે.
(વિથ ઈનપુટ: રોજક જાની, રજનીકાંત જોશી, દર્શન ઠક્કર, ભાર્ગવી જોશી, ધનેશ પરમાર)
ADVERTISEMENT