બિપોરજોય વાવાઝોડાએ કચ્છ-સૌરાષ્ટ્રમાં મચાવેલી તબાહીના ડમારણા દ્રશ્યો સામે આવ્યા, જુઓ તસવીરો
અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ગુરુવારે રાત્રે કચ્છમાં ટકરાયું હતું. વાવાઝોડાના લેન્ડફોલ પહેલાથી જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.…
ADVERTISEMENT
અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ગુરુવારે રાત્રે કચ્છમાં ટકરાયું હતું. વાવાઝોડાના લેન્ડફોલ પહેલાથી જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. કચ્છમાં ત્રાટકેલા આ વાવાઝોડાની અસર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી સહિતના ઘણા જિલ્લાઓમાં થઈ હતી. હવામાન વિભાગે મોડી રાત્રે 2.30 વાગ્યે આપેલા અપડેટ મુજબ વાવાઝોડું માંડવીથી 30 કિમી અને જખૌ બંદરથી 40 કિમી દૂર નીકળ્યું છે અને હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી હવે વાવાઝોડાના કારણે મચેતી તબાહીની તસવીરો સામે આવી રહી છે.
ગાંધીધામમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ફીટર ઝોનમાં સેડના પતરા ઉડી ગયા હતા.
ADVERTISEMENT
ભૂજ-નખત્રાણા હાઈવે પર મોડી રાત્રે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા.
ADVERTISEMENT
ભાવનગરમાં બકરાઓને બચાવવા જતા પિતા-પુત્રના મોત થયા. આ સાથે 20થી વધુ બકરાઓના પણ મોત થયા.
ADVERTISEMENT
મોરબીમાં ભારે પવન અને વરસાદના કારણે 300થી વધુ વીજપોલ ધરાશાયી થઈ ગયા.
ADVERTISEMENT