ગુજરાત તરફ ફંટાયું બિપોરજોય વાવાઝોડું, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે ચિંતાનું કારણ બન્યું છે. અગાઉ ઓમાન તરફ જતા વાવાઝોડાએ એકાએક દિશા બદલતા હવે તે જખૌ તરફ ફંટાયું…
ADVERTISEMENT
અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે ચિંતાનું કારણ બન્યું છે. અગાઉ ઓમાન તરફ જતા વાવાઝોડાએ એકાએક દિશા બદલતા હવે તે જખૌ તરફ ફંટાયું છે. છેલ્લા 6 કલાકમાં 11 કિમીનું અંતર કાપીને આગળ વધી રહેલું વાવાઝોડું હવે વધુ આક્રમક બન્યું છે. પોરબંદરના દરિયાકાંઠેથી હાલમાં વાવાઝોડું 640 કિલોમીટર દૂર છે. અને ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. આ દરમિયાન વારંવાર વાવાઝોડાનો માર્ગ બદલાઈ રહ્યો છે.
એવામાં હવામાન વિભાગ વાવાઝોડાની દિશા પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે, જે મુજબ આગામી 24 કલાકમાં વાવાઝોડું વધું આક્રમક બનશે અને ઉત્તર-પૂર્વ તરફ ઝડપથી આગળ વધી શકે છે. તો વાવાઝોડાના પગલે આજથી રાજ્યમાં 4 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દિવસ 1: ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની સંભાવના.
ADVERTISEMENT
દિવસ 2: વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું આવી શકે. 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોરબંદર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં
દિવસ 3: હળવાથી મધ્યમ વરસાદ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઝાપટાં સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
દિવસ 4: પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડા દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં- કચ્છ અને દીવમાં પણ વરસાદની સંભાવના.
ADVERTISEMENT
બંદરો પર લાગ્યું 2 નંબરનું સિગ્નલ
દરિયાકાંઠે વાવાઝોડાની અસરના પગલે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ બંદરો પર 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં 42 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે અને NDRFની 11 જેટલી ટીમો એલર્ટ પર રાખવામાં આવી છે.
ADVERTISEMENT