વધુ તાકતવર બનતું જાય છે Biparjoy, તંત્રને તાબડતોબ આદેશો, બંદરો પર નં.10નું સિગ્નલ
ગાંધીનગરઃ ગુજરાતમાં ઠેરઠેર વાવાઝોડાને લઈને તંત્ર વધુ દોડતું થયું છે તેની પાછળનું કારણ એ સામે આવી રહ્યું છે કે આ વાવાઝોડું કે જે ગુજરાતના દરિયાકાંઠે…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં ઠેરઠેર વાવાઝોડાને લઈને તંત્ર વધુ દોડતું થયું છે તેની પાછળનું કારણ એ સામે આવી રહ્યું છે કે આ વાવાઝોડું કે જે ગુજરાતના દરિયાકાંઠે ટક્કર લેવાનું હતું તે ગુજરાતમાં પ્રવેશી છેક રાજસ્થાન સુધી જશે અને ત્યાં સુધી તેની ઝડપ પણ વધારે જોવા મળી રહી છે. હાલ હવામાન વિભાગનું આ અનુમાન છે કે આ વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાઈ શકે છે જેથી ઘણા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તો ઘણા વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આ સાથે જ ગુજરાતના ઘણા બંદરો પર ભયસૂચક એવા નં. 10નું સિગ્નલ આપી દેવાયું છે. ખાસ કરીને ગુજરાતના દક્ષિણના બંદરો પર 3 નંબરનું સિગ્નલ અપાયું છે.
કિરાને લગાવાયેલી બોટોને પણ ખસેડવી પડશે
બિપોરજોયને લઈને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ગુજરાતના દ્વારકાના ઓખા બંદર અને જામનગરના બંદર પર 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જામનગરના તો તમામ બંદરો પર નં. 10નું સિગ્નલ લગાવ્યું છે. મોરબી નવલખી ખાતે હાઈ એલર્ટ સાથે નં. 10નું સિગ્નલ લગાવી દેવાનો આદેશ કરાયો છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર નં. 3નું સિગ્નલ આપવામાં આવ્યું છે. ખાસ કરીને બંદરો પર મોટા ભાગની બોટ લાંગરી દેવાઈ છે જેના કારણે આ બોટોને તુરંત કોઈ સલામત સ્થળ પર રવાના કરવાના આયોજન કરવા, દરિયો નહીં ખેડવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સુરક્ષીત સ્થાને ખસેડવાની તજવીજો શરૂ કરાઈ છે.
મોરબીની જવાબદારી મળતા કનુ દેસાઈએ Biparjoy વાવાઝોડાને લઈ અધિકારીઓ સાથે કરી મિટિંગ
સતત દિશાઓ બદલતું બિપોરજોય
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વાવાઝોડું મોટી અસર પાડી શકતું હોઈ એનડીઆરએફને સ્ટેન્ડ બાય કરીને, નેવી, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતનો સ્ટાફ આ દિવસો દરમિયાન ખડેપગે રહેશે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતના તંત્રને ઘણી તૈયારીઓ કરવી પડે તેમ છે કારણ કે આ વાવાઝોડું વધુ તાકતવર થયું હોય તેવું હાલનું અનુમાન છે. અગાઉ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાય તો ત્યાંથી જ તેની અસર પુરી થઈ જવાની હતી. બાદમાં સામે આવ્યું કે તે ગુજરાતના દરિયાકાંઠે સામાન્ય અસર પહોંચાડી પોતાની દિશા બદલી નાખશે પરંતુ સર્પાકાર દિશાઓમાં આ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે અને હવે તે રાજસ્થાન સુધી જઈને પુરુ થાય તેવું સામે આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT