બળાત્કાર-હત્યાના દોષીને આટલું માન! સરકારી કાર્યક્રમમાં BJP સાંસદ-MLA સાથે સ્ટેજ પર બેઠો બિલકિસનો દોષી
શાર્દુલ ગજ્જર/દાહોદ: બિલકિસ બાનો કેસમાં બળાત્કાર અને હત્યાના દોષિત 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. તે જ સમયે બિલ્કીસ…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર/દાહોદ: બિલકિસ બાનો કેસમાં બળાત્કાર અને હત્યાના દોષિત 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. તે જ સમયે બિલ્કીસ બાનો ઘટનાના દોષિત શૈલેષ ભટ્ટ દાહોદના ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
‘હર ઘર જલ’ યોજનાના કાર્યક્રમમાં બળાત્કારી બન્યો મહેમાન
મળતી માહિતી અનુસાર, ‘હર ઘર જલ’ યોજનાને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સીંગવડના કરમડી ગામે કડાણા ડેમથી દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની નવી પાઈપલાઈનનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષ ભાભોર અને અન્ય ભાજપના નેતાઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શૈલેષ ભટ્ટ સ્ટેજ પર બેઠા હતા. આ સાથે ભાજપના જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સરતનભાઈ વિજય હોટલવાલાષ સિંગવાડ તાલુકા પંચાયત કાર્યાલય અધ્યક્ષ કાંતાબેન ડામોર તથા ભાજના અન્ય પદાધિકારીઓ પણ સ્ટેજ પર હાજર હતા.
બિલકિસના દોષિતોને છોડી મૂકવા પર સુપ્રીમ કોર્ટમાં અરજી
જસ્ટિસ કે.એમ જોસેફ અને બીવી નાગરત્નાની બેન્ચ અનેક રાજકીય અને નાગરિક અધિકાર કાર્યકરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ અને બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. 2008 માં બિલ્કીસ બાનો પર દુષ્કર્મ અને તેના પરિવારના સભ્યોની હત્યામાં દોષિત 11 ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે ગયા વર્ષે ઓગસ્ટમાં ગુજરાતની 1992 રેમિશન પોલિસી હેઠળ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે, તેથી અગાઉ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. SC
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટ સમગ્ર ઘણી અરજીઓ કરવામાં આવી છે જેમાં પહેલાથી જ તેના પર સુનાવણી કરવામાં આવી રહી છે. પહેલી અરજી 25 ઓગસ્ટ 2022એ પૂર્વ CJI એનવી રમનાની આગેવાનીવાળી બેન્ચે નોટિસ જારી કરી હતી. મામલાની સુનાવણી અજય રસ્તોગીની આગેવાનીવાળી બેન્ચ કરી રહી છે.
ADVERTISEMENT