EXCLUSIVE: બિલકિસ બાનો કેસના 11 આરોપીઓ કેવી રીતે જેલમાંથી મુક્ત થયા, જાણો કાયદાકીય માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનિયા/ અમદાવાદઃ ઈન્ડિયા ટૂડે ગ્રુપ પાસે બિલકિસ બાનો કેસના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે. જેમાં તમામ 11 દોષિતોને મુક્ત કરવા માટેની સમગ્ર પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. બિલકિસ બાનો કેસના આરોપીઓને મુક્ત કરવા કે નહીં એના માટે 8 સભ્યોની એક જેલ એડવાઈઝરી કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં દોષિતોના વર્તન સહિત જેલમાં કેટલા સમય સુધી રહ્યા એ સહિતની માહિતીનું અવલોકન કરવામાં આવ્યું હતું. ચલો આ કમિટિએ કેવી રીતે આ કેસ પર કામ કર્યું એના પર નજર કરીએ….

13 મે 2022ના દિવસે સુપ્રિમ કોર્ટે બિલકિસ બાનો કેસ મુદ્દે ગુજરાત સરકારને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, જેની સમય મર્યાદા 2 મહિનાની રાખવામાં આવી હતી.

જેલમાંથી મુક્તિ માટે દોષિત રાધેશ્યામ શાહે અરજી કરી હતી. અગાઉ એ પણ વિવાદ થયો હતો કે આ અરજી ક્યાં કરવી જોઈએ. કારણ કે તમામ 11 લોકોને દોષી મહારાષ્ટ્ર સ્ટેટ કોર્ટે ઠેરવ્યા હતા. તેથી મહારાષ્ટ્ર સરકાર જ દોષિતો અંગે આગળ કાર્યવાહી કરવા સક્ષમ છે એવો વિવાદ સર્જાયો હતો. જોકે સુપ્રિમ કોર્ટે આરોપીઓ ગુજરાતના હોવાથી ગુજરાત સરકારે આનો નિર્ણય લેવો જોઈએ એ વિશે ટકોર કરી હતી. ગુજરાત સરકારે 11 દોષિતોને મુક્ત કરવા માટે કાયદાકીય વિભાગની પણ મદદ લીધી હતી.

ADVERTISEMENT

દોષિતો પર મળેલા 8-સદસ્યોના JACના તારણો:

  • પેરોલ અને ફર્લો સિવાયના તમામ દોષિતોએ 14 વર્ષ જેલમાં પૂર્યા હતા.
  • દોષિતોએ જેલમાં સારું વર્તન કર્યું હતું અને તેમની સામે કોઈ ફરિયાદ નહોતી
  • જ્યારે પેરોલ અને ફર્લો પર બહાર આવ્યા હતા, ત્યારે દોષિતોએ સારું વર્તન કર્યું હતું અને કોઈ ગુનો કર્યો નહોતો
  • દોષિતો પર અન્ય કોઈ એફઆઈઆર અથવા ફોજદારી કેસ નથી
  • JAC એ કેટલાક દોષિતોની ઉંમર, સ્વાસ્થ્ય અને તબીબી આધારને પણ ધ્યાનમાં લીધા.

એક દોષિતે જેલમાં રહેતા 4 ડિગ્રી મેળવી
JACના એક સૂત્ર એ જણાવ્યું કે આ દોષિતમાંથી એક દ્વારા તો 14 વર્ષમાં ઓપન યૂનિવર્સિટિમાંથી 4 ડિગ્રી સર્ટિફિકેટ પણ મેળવ્યા છે. તેવામાં આ કમિટિએ બધા પાસાઓ પર નજર ફેરવ્યા બાદ 8 સભ્યોએ સર્વસંમતિથી 11 આરોપીને મુક્ત કરવા કહ્યું હતું. ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરિય સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે CrPC 435 મુજબ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર દ્વારા પણ સલાહ લેવી જોઈએ. જોકે આ મામલે સુપ્રિમ કોર્ટનો આદેશ આવ્યો હતો કે કેન્દ્ર સરકારની સલાહ લેવાની જરૂર નથી. તેથી 14 ઓગસ્ટે ગુજરાત સરકાર તરફથી બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને ગોધરા સબ જેલમાંથી છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટે તમામ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT