વડોદરામાં રખડતા શ્વાન પાછળ દોડતા બાઈક ચાલક નીચે પટકાયો, માથા, પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી

ADVERTISEMENT

gujarattak
social share
google news
વડોદરા: રાજ્યમાં અત્યાર સુધી રખડતા ઢોરના કારણે વાહન ચાલકો સાથે અકસ્માતના બનાવો બની રહ્યા હતા. હવે રખડતા શ્વાનના કારણે પણ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. વાહન ચાલકો કે રાહદારીઓ પાછળ દોડીને તેમને હેરાન કરતા શ્વાનના કારણે બાઈક ચાલક નીચે પટકાતા ઈજાગ્રસ્ત થઈ ગયો હોવાનો મામલો સામે આવ્યો છે.
રખડતા શ્વાનના કારણે સર્જાયો અકસ્માત
વડોદરાના જુનીગઢી વિસ્તારમાં પરેશ જીગર નામનો યુવક જઈ રહ્યો હતો. દરમિયાન રખડતા શ્વાન તેના બાઈક પાછળ દોડીને ભસતા તે ડરી ગયો અને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં બાઈક ચાલક જીગરને માથા, પાંસળીઓ તથા ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની બનાવ બનતા જ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અગાઉ સુરતમાં બાળકીનો જીવ ગયો હતો
નોંધનીય છે કે, આ પહેલા સુરતમાં રખડતા શ્વાનના આતંકના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને કરડી ખાધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને 3 દિવસની સારવાર બાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું. ત્યારે હવે વડોદરામાં પણ રખડતા શ્વાનની સમસ્યાના કારણો લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT