રાજકોટ સરકારી આવાસમાં મહાકૌભાંડઃ Gujarat Takના ધારદાર અહેવાલ બાદ ભાજપનું એક્શન, બંને મહિલા કોર્પોરેટર સસ્પેન્ડ
Rajkot News: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ અને ઓરડી કૌભાંડમાં ભાજપના જ 2 મહિલા કોર્પોરેટરના પતિના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
RMCના આવાસ અને ઓરડી કૌંભાડનો મામલો
બંન્ને કોર્પોરેટર અને તેમના પતિને કરાયા સસ્પેન્ડ
ભાજપે તમામને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
Rajkot News: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવાસ અને ઓરડી કૌભાંડમાં ભાજપના જ 2 મહિલા કોર્પોરેટરના પતિના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિ સામે કાર્યવાહી કરી છે.
ભાજપના 2 મહિલા કોર્પોરેટર સસ્પેન્ડ
રાજકોટના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને તેમના પતિ કવા ગોલતર, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ મનસુખ જાદવને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંન્ને મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટ આવાસ યોજનામાં મહાકૌભાંડ, પતિના 'પાપ'ની સજા ભાજપના મહિલા કોર્પોરેટરોને મળી
શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં ગરીબોના હકના આવાસમાં મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. શહેરના સંત કબીર રોડ પર બનાવવામાં આવેલા ગોકુલનગર આવાસ યોજનાની ફાળવણીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને ભાજપ કોર્પોરેટરે તેમના સગાસંબંધીઓ અને મળતિયાઓને આવાસની ફાળવણી કરી દીધી હોવાનો આક્ષેપ થયો હતો. વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌંભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં રાજકોટના મેયરે તપાસનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
20 ફ્લેટ મેળવી લીધા હોવાનો આક્ષેપ
શહેરના સંત કબીર રોડ પર ગોકુલ નગર આવાસ બનાવવામાં આવ્યા છે. જેનો થોડા દિવસ પહેલા ડ્રો થયો હતો. જે બાદ કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવે ગરીબોના હકના 20 ફ્લેટ પોતાના અને સગા વ્હાલાઓને નામે મેળવી લીધા હોવાનો આક્ષેપ થતાં રાજકોટમાં મોટો હડકંપ મચી ગયો હતો. જે બાદ કાયદો અને નિયમન કમિટીના ચેરમેન પદેથી કોર્પોરેટર દેવુબેન જાદવને હટાવવામાં આવ્યા હતા. બંને કોર્પોરેટર અને તેમના પતિને તપાસ ચાલે ત્યાં સુધી મનપા કચેરીમાં પ્રવેશ ન કરવા સૂચના અપાઇ હતી.
ADVERTISEMENT
સરકારી જમીન પર બનાવી ઓરડી
કવા ગોલતરે સરકારી જમીન પર દબાણ કરીને 100થી વધુ ઓરડીઓ બનાવી તેને ભાડે આપી હોવાનો પણ ખુલાસો થયો હતો. મીડિયામા અહેવાલો આવ્યા બાદ મનપાએ તપાસના આદેશ આપ્યા હતા. ખુલાસો થયો હતો કે કવા ગોલતરે સરકારી જમીન પર દબાણ કરી 100થી વધુ ઓરડીઓ બનાવી હતી અને તેને હજારથી ત્રણ હજાર રૂપિયામાં ભાડે આપી હતી.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT