GUJARAT વિધાનસભા પહેલા BJP ને મોટુ અપશુકન, સ્પષ્ટ બહુમતી હોવા છતા જુથવાદના કારણે સત્તા ગુમાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ : બોરસદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપને બોરસદ નગરપાલિકામાં સત્તા ગુમાવી પડી છે. બોરસદ નગરપાલિકામાં ભાજપના 14 સભ્યોએ ક્રોસ વોટીંગ કરતા બોરસદ નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈને બોરસદમાં ભાજપ સંગઠનમાં જ અંદરો અંદર અસંતોષ જોવા મળી રહ્યો છે.

ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતા સત્તા ગુમાવવી પડી
બોરસદ નગરપાલિકા ભાજપ હસ્તક છે. આ વખતે પ્રથમવાર એવું બન્યું હતું કે, બોરસદ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતીથી પોતાની સત્તા બનાવી હતી. આ અગાઉ બોરસદ નગરપાલિકા અપક્ષના સભ્યોના ટેકા સાથે મીલી ઝૂલી સરકાર ચલાવતી હતી. જેને લઈને તકલીફોનો સામનો કરવો પડતો હતો. પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ અંદરો અંદરના આંતરિક અસંતોષને કારણે ભાજપે નગરપાલિકામાં સત્તા ગુમાવી પડી છે.

બે મહિલાઓનો આંતરિક અસંતોષ નડ્યો
બોરસદ નગરપાલિકામાં ભાજપ પાસે 20 સભ્યો હતા. અપક્ષ અને કોંગ્રેસના મળી 16 સભ્યોએ પ્રમુખ આરતીબેન પટેલ અને ઉપપ્રમુખ રણજીત પરમાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો.જેને લઈને જિલ્લા સંગઠને ભાજપના સભ્યોને વ્હીપ આપ્યો હતો. ત્યારે બોરસદ નગરપાલિકામાં કુલ 36 સભ્યોમાંથી ભાજપના 14, અપક્ષના 9, કોંગ્રેસના 6 અને આમ આદમી પાર્ટીના 1 સભ્યે અવિશ્વસની દરખાસ્ત પર મત આપ્યો હતો. જેમા ભાજપના જ 14 સભ્યોએ વ્હીપનો અનાદર કરી અવિશ્વાસની દરખાસ્તમાં પોતાનો મત આપ્યો.

ADVERTISEMENT

ભાજપ દ્વારા તત્કાલ કડક કાર્યવાહી શરૂ
જેને કારણે ભાજપે બોરસદ નગરપાલિકા હાલ ગુમાવી પડી છે. મહત્વનું છે કે, ભાજપના જ 12 સભ્યોની મીલીભગતથી આ દરખાસ્ત લાવવામાં આવી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ક્યારે ભાજપનું જે જિલ્લા સંગઠન છે તે એક્ટિવ મોડમાં આવ્યું અને વ્હીપનો અનાદર કરનાર તમામ સભ્યોને સસ્પેન્ડ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપના કાર્યકરોમાં દાખલો બેસે તે માટે જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અપક્ષના ઉમેદવારો કેટલા ભોળા હશે કે અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી પછી ખબર પડી
તો બીજી તરફ અપક્ષના 7 સભ્યોએ પ્રાદેશિક કમિશનરની કચેરીમાં એવી એફીડેવીટ કરાવી કે, અમને ખોટી રીતે ગેરમાર્ગે દોરીને અવિશ્વાસની દરખાસ્ત પર સહી કરાવી છે. ત્યારે આ સાત સભ્યો ભાજપની તરફેણમાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે બોરસદ વિધાનસભા કોંગ્રેસનો ગઢ છે. આ બેઠક જીતવા માટે ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યું છે. સંગઠન મજબૂત કરી રહ્યું છે પરંતુ અંદરો અંદરનો જૂથવાદ ચરમ સીમાએ પહોંચી ગયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જયારે પ્રથમ વખત ભાજપે સ્પષ્ટ બહુમતીથી બોરસદ નગરપાલિકામાં પોતાની સરકાર બનાવી ત્યારે આરતીબેનને પ્રમુખ અને અપેક્ષાબેનને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા હતા.

ADVERTISEMENT

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પ્રમુખ બનવાના અભરખા જાગ્યા
જો કે સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ અપેક્ષા બહેનને પ્રમુખ બનવું હતું. જેને લઈને શરૂઆતથી જ તેઓ નારાજ હતા. જેને બોરસદમાં અનેક વિકાસના કામોને મંજૂરી મળતી જ નહોતી કારણ કે અંદરો અંદરનો જૂથવાદના કારણે કામ અટવાયેલા હતા. દરમિયાન સંગઠન દ્વારા પણ આ આંતરિક જૂથવાદ ખતમ કરવા માટે પણ અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ જ પરિણામ જોવા મળ્યું નથી અસંતુષ્ટ સભ્ય દ્વારા પણ અનેક વાર રજૂઆતો કરાઈ પણ પોતાની રજૂઆતોનું નિરાકરણ ન આવતા આખરે સત્તા જ પલ્ટી નાખ્યું હતું. હવે આગામી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે બોરસદમાં ભાજપનો આંતરિક જૂથવાદ આ બેઠક જીતવા માટે નુકસાનકારક બની રહે તો નવાઈ નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT