BIG NEWS: આરોગ્ય કર્મચારીઓનું આંદોલન પણ સમેટાયું, 4 હજારનો ઉચ્ચક પગાર વધારો
ગાંધીનગર : આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓના મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા કહ્યુ કે, આરોગ્યકર્મચારીઓને…
ADVERTISEMENT
ગાંધીનગર : આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓના મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા કહ્યુ કે, આરોગ્યકર્મચારીઓને 4 હજાર રૂપિયાનો ઉચ્ચક પગાર વધારો અપાશે. ટ્રાવેલ્સ એનાઉન્સ અને 130 દિવસનો રજા પગાર પણ આપવામાં આવશે. બે દિવસમાં રાજ્ય સરકાર આ અંગેનો ઠરાવ પણ કરી દેશે. આ સાથે જ આરોગ્ય કર્મચારીઓએ તત્કાલ પ્રભાવથી પરત ફરી જવું પડશે તેવી શરત પણ મુકી હતી.
42 દિવસથી ચાલી રહેલા આંદોલનના અંતનો સરકારનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 42 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જે આંદોલન માટે રચાયેલી 5 મંત્રીઓની કમિટી આરોગ્ય કર્મચારીઓના આગેવાનો સાથે ચર્ચા કરી રહી હતી. કર્મચારીઓની હડતાળના પગલે સમગ્ર રાજ્યનું આરોગ્યતંત્ર ભાંગી પડ્યું છે. અનેક રોગો અને રસીકરણની કામગીરી પર અસર પડી રહી છે. અત્રે નોંધનીય છે કે, જો કે સરકાર શરત મુકતા જણાવ્યું કે, જે લોકો કાલથી જ સેવા પર પરત ફરશે તેમને જ આ વધારાનો લાભ મળશે. તેથી કર્મચારીઓએ કાલે જ પરત ફરી જવું પડશે.
કાલથી નોકરીએ પરત ફરો અને તમામ લાભ મેળવો
સરકારી કર્મચારીઓ છેલ્લા 42 દિવસથી આંદોલન કરી રહ્યા છે. આ હડતાળના કારણે આરોગ્યતંત્ર ખાડે ગયું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલમાં પણ ટેક્નિકલ સ્ટાફને ડબલ OPD ના કારણે તેઓ પણ હાલ હડતાળ પર છે. જેના કારણે આરોગ્યની સ્થિતિ એવી છે કે, રાજ્યનું સ્વાસ્થય તંત્ર પોતે જ ICU પર છે.
ADVERTISEMENT
કર્મચારીઓની માંગ શું હતી?
– ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કુલ 14 માંગણીઓ મુકાઇ હતી
– ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે
– કર્મચારીઓને ગ્રેડ પે 1900 ના બદલે 2800 રૂપિયા કરવામાં આવે
– કોવિડ દરિયાન કરવામાં આવેલા કામનું ભથ્થુ ચુકવવામાં આવે
– ફેરવણી ભથ્થુ (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવામાં આવવું જોઇએ
સરકારે કઇ કઇ માંગણીઓ સ્વિકારી
– 4 હજારનો માસિક ઉચ્ચક વધારો ચુકવવામાં આવશે.
– HRA તથા મેડિકલ એલાઉન્સની ચુકવણી કરવામાં આવશે.
– 130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વિકારાશે.
– PTA (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવા માટે સરકારની તૈયારી.
– જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને ભથ્થુ ચુકવાશે.
– ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારશે, તે અંગેની કમિટીની રચના કરશે.
– સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોનો ઠરવા બે દિવસની અંદર કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT