BIG NEWS: ગુજરાતમાં ઉચ્ચ અધિકારી બેડામાં ખળભળાટ, એક સાથે 10 IASના છૂટ્યા ટ્રાન્સફર ઓર્ડર; જુઓ લિસ્ટ

ADVERTISEMENT

Gandhinagar News
10 અધિકારીઓની બદલી
social share
google news

Gandhinagar News: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદથી રાજ્યમાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં પોલીસ વિભાગ, પંચાયત વિભાગમાં અનેક અધિકારીઓની બદલી થઈ ચૂકી છે. ત્યારે આજે ગુજરાતના 10 IAS ઓફિસરની સાગમટે બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 

10 IAS ઓફિસરની બદલી

સરકારે આઇએએસની બદલીનો ગંજીફો ચીપવાનું ચાલુ રાખ્યું છે.  ડૉ રતનકંવર ગઢવીચારણની સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.  સુજીત કુમારની ભાવનગરના કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે.

 

ADVERTISEMENT

આ સાથે જ શ્વેતા તિઓટીયાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો એસ.કે. મોદીને નર્મદાના કલેક્ટર અને એન.એન. દવેને વલસાડના કલેક્ટર નીમવામાં આવ્યા છે. એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

કે.ડી. લાખાણીની લેબર ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એન.વી.ઉપાધ્યાયને કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે. લલિત નારાયણસિંઘની સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમની પાસે ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ્સ ડેવલપમેન્ટના એમ.ડી. તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. બી.જે. પટેલને ગાંધીનગરના વિકાસ કમિશનર બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT