CMની સુરક્ષામાં મોટી ચૂક: અચાનક કાફલામાં અજાણી ગાડી ઘૂસી આવી
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચુક જોવા મળી હતી. મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન છત્રાલ GIDC રોડ પાસે એક…
ADVERTISEMENT
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચુક જોવા મળી હતી. મુખ્યમંત્રી કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન છત્રાલ GIDC રોડ પાસે એક કાળા કલરની ગાડી CM ના કાફલામાં ઘુસી ગઇ હતી. આ બાબતે તુરંત જ સુરક્ષા જવાનોના ધ્યાને આવતા પોલીસે કાર ચાલક મનુ રબારી નામના એક વ્યક્તિની અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીનો કાફલો પસાર થઇ રહ્યો હોય ત્યારે સામાન્ય રીતે તો પોલીસ દ્વારા તમામ ટ્રાફીક અટકાવી દેવામાં આવતો હોય છે. જો કે હાઇવે પર લોકો સમજીને જ કાફલાને પસાર થઇ જવા દેતા હોય છે. જો કે છત્રાલ પાસે એક વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાની ગાડી સીએમના કાફલામાં ઘુસાડી દીધી હતી.
જો કે તત્કાલ સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ ગાડીને સાઇડમાં કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં કોઇ અન્ય ઇરાદાથી તેણે ગાડી ઘુસાડી નહી હોવાથી સુરક્ષા જવાનોને હાશકારો થયો હતોત સ્થાનિક પોલીસને આ યુવકને સોંપી દેવાયો હતો. જેના પગલે અમદાવાદ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT