ગૃહ વિભાગનો મોટો નિર્ણય, ASIની ભરતીના નિયમમાં કર્યો મોટો ફેરફાર

ADVERTISEMENT

Gandhinagar News
ગુજરાતના ગૃહ વિભાગનો મોટો નિર્ણય
social share
google news

Gandhinagar News: ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં બિન હથિયારી ASI (વર્ગ 3) સંવર્ગની સીધી ભરતી રદ કરવામાં આવી છે.  આ અંગે પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. 

બઢતીથી ભરાશે ખાલી જગ્યા 

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગના અનુભવી કર્મચારી મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, વર્ગ 3ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી ભરવાની મંજૂરી આપવામાં આવી છે. 

30 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરાશે કાર્યવાહી

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જિલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એ.એસ.આઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતોવખત પ્રસિધ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ 30/08/2024 સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના અપાઈ છે.

ADVERTISEMENT

તમામ રેન્જ વડાને અપાયો આદેશ

તમામ રેન્જ વડાઓએ તેઓના તાબા હેઠળના જિલ્લા/યુનિટની કચેરી ખાતે સદર કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરાવવા તેમજ કાર્યવાહી પૂર્ણ થયેથી સંબંધિત રેન્જ હસ્તકના જિલ્લા/યુનિટ દ્વારા કરેલ કાર્યવાહીનો સંયુક્ત અહેવાલ સમયમર્યાદામાં અત્રે મોકલી આપવાનો રહેશે તેવું પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. 

    follow whatsapp

    ADVERTISEMENT