BIG BREAKING: અમદાવાદમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દબાાયા હોવાની આશંકા

ADVERTISEMENT

Breaking-News-of-Ahmedabad
Breaking-News-of-Ahmedabad
social share
google news

અમદાવાદ : શહેરમાં રોજે રોજ એકાદી મોટી દુર્ઘટના છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. કાલે બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે આજે વેજલપુરમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા ફાયરતંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક રીતે મળી રહેલી માહિતી અનુસાર વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર આવેલા ગોલ્ડન ફ્લેટ નામની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. જેમાં ચાર લોકો દટાયા હોવાની પ્રાથમિક રીતે આશંકા તંત્ર વ્યક્ત કરી રહી છે.

જો કે ફ્લેટમાં કેટલા મકાનો હતા અને કેટલા લોકો રહેતા હતા તે અંગેની માહિતી હાલ એકત્ર કરવામાં આવી રહી છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ વહીવટી, પોલીસ અને ફાયર તથા 108 ની ટીમો ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ફાયરની પ્રાથમિકતા લોકોને મહત્તમ બચાવી શકાય તેની છે. જ્યારે પોલીસ આસપાસના લોકો પાસેથી ફ્લેટ અંગેની માહિતી એકત્ર કરી રહી છે. કેટલા લોકો રહેતા હતા તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા નજીક યાશમીન ફ્લેટની ગલીમાં આવેલો એક ફ્લેટ ધરાશાયી થય છે. અગાઉ ગોલ ફ્લેટને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો. જેના કારણે પહેલાથી જ ત્યાં રહેતા પરિવારોને ખસેડી લેવામાં આવ્યા હતા. મોટા ભાગે ફ્લેટ ખાલી હતો. જો કે ત્યાં 2 પરિવાર હજી પણ રહેતા હતા.જેના 8-10 લોકો દટાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ ફાયર દ્વારા અત્યાધુનિક સાધનો અને ડોગ સ્કવોર્ડની મદદથી આ લોકોને શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિસ્તાર ખુબ જ ગીચ હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. જો કે ફાયર વિભાગ દ્વારા કોઇ દટાયું નહી હોવાનું જણાવાઇ રહ્યા છે. બીજી તરફ સુત્રો દ્વારા 8-10 લોકો દટાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે હાલ હજી સુધી કોઇ સ્પષ્ટ બાબત સામે આવી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT