વન વિભાગની હડતાળ મુદ્દે સરકારની મોટી જાહેરાત, આજે સરકારી કર્મચારીઓ માટેનો ગોલ્ડન ડે
ગાંધીનગર : જીતુવાઘાણી દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરીને વધારે એક આંદોલન શાંત કરવામાં સરકારને સફળતા મળી હોવાની જાહેરાત કરી હતી. જીતુ વાઘાણી દ્વારા આ…
ADVERTISEMENT
ગાંધીનગર : જીતુવાઘાણી દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરીને વધારે એક આંદોલન શાંત કરવામાં સરકારને સફળતા મળી હોવાની જાહેરાત કરી હતી. જીતુ વાઘાણી દ્વારા આ અંગે પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, વન કર્મચારીઓની જે માંગણીઓ હતી તે પૈકીની મોટા ભાગની માંગણીઓ સંતોષી લેવામાં આવી છે. વન કર્મચારીઓના આગેવાનો દ્વારા આ અંગે આજે લાંબી ચર્ચા મંત્રણા બાદ તમામમ મુદ્દાઓ પર સહમતી સધાઇ ચુકી છે. જો કે કયા મુદ્દે સહમતી સધાઇ છે તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટ ચિત્ર સામે નથી આવ્યું. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વન કર્મચારીઓ હવે પોતાની ડ્યુટી પર પરત ફરશે. તેમના આગેવાનો સાથે બેસીને સકારાત્મક વાતાવરણમાં ચર્ચા સંપન્ન થઇ છે.
વન કર્મચારીની હડતાળના કારણે વન્ય વિસ્તારોમાં ભારે હાલાકી
અત્રે ઉલ્લેખનીય છે કે, વન કર્મચારીઓ હડતાળ પર હોવાનાં કારણે વન્ય વિસ્તારોમાં ભારે હાલાકી પડી રહી હતી. વન કર્મચારીઓની માંગણી હતી કે, તેમને ગ્રેડ પે, રજા પગાર, બઢતીમાં પણ 1:3 ના રેશિયો સહિતના અનેક મુદ્દાઓ પર માંગણીઓ હતી. આ તમામ માંગણીઓ લાંબા સમયથી હોવા છતા પણ કોઇ સુનાવણી થતી ન હતી.
આંદોલનની અવિરત વહી રહેલી ગંગાને અટકાવવા સરકારના હવાતિયા
આખરે આંદોલનની ગંગા ગાંધીનગરમાંથી વહી રહી છે ત્યારે લગભગ તમામ સરકારી કર્મચારીઓ પોતાની પેન્ડિંગ માંગણીઓ સાથે તેમાં હાથ ધોઇ રહ્યા છે. વન વિભાગ દ્વારા પણ સરકાર પર દબાણ કરીને આંદોલન શરૂ કરવામાં આવ્યું. હાલ સરકારે તમામ માંગણીઓનો સ્વિકાર પણ કરી લીધો છે તેવો સરકારનો દાવો છે. જો કે હજી સુધી આ અંગે કોઇ સ્પષ્ટતા વન વિભાગ કર્મચારીઓ તરફથી આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT