ભૂવાએ દારૂ-માંસ અને કુંવારી છોકરી માંગી, બીજી તરફ આવ્યો ચોંકાવનારો દાવો

ADVERTISEMENT

Rajkot Bhuvaji case
Rajkot Bhuvaji case
social share
google news

રાજકોટ : જિલ્લામાં અંધશ્રદ્ધા કેસમાં સતત નવો વળાંક આવી રહ્યો છે. જેમાં ફરિયાદી મનીષ લોટિયા અને ભુવા અરૂણ સાપરિયા બંન્ને સામસામે એક બીજા પર જાહેરમાં આક્ષેપો કરી રહ્યા છે. આ કેસમાં હજી પણ અનેક નવા અને ચોંકાવનારા અનેક વળાંકો આવે તેવી શક્યતા છે. કારણ કે હવે ભક્ત બાદ ભુવાએ પણ સામે ફરિયાદ દાખલ કરી છે.

દારૂ પીને ફ્લેટમાં હોબાળો કરતા હોવાનો આક્ષેપ

આ અંગે અગાઉ અરૂણ સાપરીયાએ આક્ષેપો કર્યા હતા કે, લોકડાઉનમાં બે વર્ષ બાદ મયુર નામના વ્યક્તિ થકીમારી મિત્રતા કેળવાઇ હતી. અમે અવાર નવાર દારૂ પીને ફ્લેટ તરફ આવી રહ્યા હતા. દારૂ પીને આવવાનો ઇન્કાર કરતા તેમણે 6 દિવસ પહેલા મારા ઘર નીચે હોબાળો કર્યો હતો. તે વાહિયાત દાવા કરે છે હું કોઇ ભુવો નથી. ગુરૂજી નથી. મારો કોઇ ખરાબ ઇથિહાસ પણ નથી અને હું કોઇ પ્રકારે ગુનેગાર પણ નથી. કરાયેલા દાવામાં કોઇ જ તથ્ય નથી પરંતુ વકીલની સલાહ લીધા બાદ હું આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશ.

રાજકોટમાં ભુવા પર ગંભીર આક્ષેપો લગાવાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મહેશ લોટિયા નામના શખ્સે રાજકોટમાં સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. તેણે આક્ષેપ કર્યો કે, સાડાત્રણ ચાર વર્ષ પહેલા જન્માક્ષર લઇને મળવા ગયો હતો. દરમિયાન તેમણે કહ્યું કે, તમારે અલગથી વિધિ કરાવવી પડશે. ત્યાર બાદ તેમણે મારી પાસે મટન અને દારૂની બોટલ માંગી હતી. મેલી વિધિ હોવાથી કુંવારી કન્યાની પણ માંગ કરી હતી. આખરે પૈસા પરત નહી કરતા અને મારુ કામ પણ નહી કરતા આખરે મે પોલીસ ફરિયાદ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT