ભૂપેન્દ્ર પટેલે નવો ચીલો ચીતર્યો, મંત્રીઓને સામે ચાલી મળવા જવાનું કર્યું શરૂ
દુર્ગેશ મહેતા ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમણત્રી તરીકે જોવા મળશે. તેમણે વિધિવત રીતે શપથ ગ્રહણ કરી લીધા છે. આ દરમિયાન તેમના…
ADVERTISEMENT

દુર્ગેશ મહેતા ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ મુખ્યમણત્રી તરીકે જોવા મળશે. તેમણે વિધિવત રીતે શપથ ગ્રહણ કરી લીધા છે. આ દરમિયાન તેમના મંત્રીમંડળે પણ શપથ દરહં કરી લીધા છે. આ દરમિયાન મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સહજ સ્વભાવનો વધુ એક વખત પરિચય કરાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓના સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2 માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને મળવા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે. તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો. મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીઓના સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ- માં આવેલા કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી
.
મંત્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઉભા રહીને મુખ્યમંત્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા. મુખ્યમંત્રીની આવી સાહજીકતાથી મંત્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદ સહ આશ્ચર્યની અનૂભુતિ કરી હતી
આજે મળશે સચિવોને
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે સાંજે છ વાગ્યે રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જોડાશે.
ADVERTISEMENT
આજે સાંભળ્યો ચાર્જ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે તા. 13મી ડિસેમ્બરે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના ચરણોમાં ભાવપુષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે.
ADVERTISEMENT