ભુજમાં હવામાન વિભાગની કચેરીમાં દારૂની બોટલો મળી, પટ્ટાવાળો જ નીકળ્યો બુટલેગર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch News: કચ્છના ભુજમાં હવામાન વિભાગની કચેરીમાંથી જ દારૂની હેરાફેરી થતી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભુજમાં હવામાન કચેરીમાં આવેલા બાથરૂમમાં દારૂની બોટલો સ્ટોર કરવામાં આવી હતી અને અહીંથી તેનો સપ્લાય કરાતો હતો. ભુજ શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કચેરાના પટ્ટાવાળાને જ સમગ્ર મામલે ઝડપી લીધો હતો.

એક્ટિવાથી દારૂની હેરાફેરી કરાતી

ભુજમાં શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે લાયન્સ હોસ્પિટલની બાજુમાં આવેલા ડોપ્લર મોસમ રડાર ભવનમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા રાજેશ વ્રજલાલ જોષી પોતાની સફેદ એક્ટિવામાં દારૂની હેરાફેરી કરે છે. જેના આધારે પોલીસે તપાસ કરતા એક્ટિવામાંથી જ દારૂની ત્રણ બોટલો મળી આવી હતી.

બાથરૂમમાં દારૂની બોટલો મળી

ત્યાર બાદ પોલીસે પૂછપરછ કરતા પટ્ટાવાળાએ જણાવ્યું હતું કે કચેરીમાં વિઝિટર ઓફિસના બાથરૂમમાં છુપાવવામાં આવેલા દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસને બાથરૂમમાંથી દારૂની 51 બોટલ મળી આવી હતી. જેની કિંમત 34 હજાર રૂપિયા જેટલી થાય છે. સરકારી કચેરીમાંથી જ દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવ્યા બાદ ભારે ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT

(ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT