ભુજમાં પ્રોબેશનર IAS અધિકારીની એન્ટ્રી સાથે વર્ષો બાદ ફરી દબાણ હટાવો ઝુંબેશ શરૂ

ADVERTISEMENT

Bhuj, IAS officer, IAS Sunilkumar Solanki, bulldozer
Bhuj, IAS officer, IAS Sunilkumar Solanki, bulldozer
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ ભુજમાં ઠેરઠેર ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. સતત દબાણોને કારણે ટ્રાફિકથી લઈને વિવિધ સમસ્યાઓએ માથું ઉચક્યું છે. દુકાનો શોરૂમ ચલાવતા ધંધાદારીઓને પણ પથારણાથી ધંધો કરી જનારાઓથી પરેશાની થવા લાગી છે ત્યારે દબાણોને દૂર કરવાને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોથી અડીંગો જમાવતા દબાણોને હવે દૂર કરવાને લઈને તાજેતરમાં પ્રોબેશનર આઈએએસ અધિકારીની એન્ટ્રી થતાનની સાથે કાર્યવાહીઓ હાથ ધરાઈ છે. હવે જોવું રહ્યું કે નવું નવું નવ દ્હાડાની જેમ કામ થાય છે કે પછી આ કામગીરી પર તંત્ર સતત અડગ રહે છે.

બાગેશ્વર બાબાને લઈ નીતિન પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

નોટિસ આપવા છતા દબાણો યથાવત રહેતા કાર્યવાહી
ભુજ શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ હંગામી દબાણો પાલિકા તંત્રએ નોટિસ પાઠવ્યા બાદ આજે બુધવારે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ બહારની પૂટપાથ પર લાંબા સમયથી કાપડના શેડ બાંધી દબાણ હેઠળ તૈયાર વસ્ત્રોનો છૂટક વ્યવસાય કરતા ધંધાર્થીઓને આગોતરી નોટિસ પાઠવ્યા બાદ આજે નગરપાલિકાના નવા ચીફ ઓફિસર પ્રોબેશનર IAS સુનિલકુમાર સોલંકીની અધ્યક્ષતામાં દબાણો દૂર કરાયા હતા.

ADVERTISEMENT

ધંધાના સામાનને નુકસાન ન થાય તે માટે માનવીય અભિગમ
આજે બુધવારે પૂરતા પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ હટાવવાની કાર્યવાહી પાર પાડવમાં આવી હતી. સુધારાઈના કામદારો અને સાધન સામગ્રી સાથે આ દબાણો ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ દબાણ હટાવ કામગીરી યથાવત રાખવામાં આવશે એવું સ્થળ પરથી અધિકારીએ જણાવ્યું હતું. જોકે નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પણ દબાણો દૂર ના થતા તંત્રની ટીમ દબાણો ખસેડવા પહોંચી હતી. જ્યાં ધંધાર્થીઓને નુકસાન ના પહોંચે તે માટે માનવીય અભિગમ હેઠળ દબાણો સ્વેચ્છાએ ખસેડવા દેવાયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT