BHAVNAGAR ના ટોચના તબીબને યુવતીએ હોટલનાં રૂમમાં બોલાવ્યા અને પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : શહેરમાં એક ટોચના તબીબને અમદાવાદી યુવતીએ હની ટ્રેપમાં ફસાવી લીધા હતા. ત્યાર બાદ આ ગેંગના અન્ય સભ્યો દ્વારા ડોક્ટર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. હાલ તો આ મામલે તબીબે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે એક મહિલા અને એક પુરૂષની ધરપકડ કરી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, ભાવનગરનાં એક ટોચના તબીબે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી કે, એક મહિલાએ તેને હનીટ્રેપનો ભોગ બનાવ્યો છે. તે મહિલાને હોટલમાં મળવા માટે ગયો ત્યારે કોઇ નશાખારક પીણું પીવડાવીને તેને અર્ધબેભાન કરી દીધો હતો. ત્યાર બાદ કઢંગી હાલતમાં તેનો વીડિયો બનાવી લીધો હતો. હવે તે વીડિયોના આધારે તેને બ્લેકમેઇલ કરે છે.

તબીબ પાસે મહિલાના મળતીયા દ્વારા ફોન, વ્હોટ્સએપ કોલ દ્વારા 2 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જો કે, તબીબે આટલા પૈસા નહી હોવાનું જણાવતા આખરે ડોઢ કરોડ રૂપિયામાં ડીલ ડન થઇ હતી. જો તે પૈસા ન આપે તો તેનો વીડિયો વાયરલ કરીને ધમકી આપી હતી. જેથી કંટાળેલા ફરિયાદી તબીબે આખરે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીને રજુઆત કરતા પોલીસે તપાસ આદરીને આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીમાં હની ટ્રેપ કરનારી મહિલા કાજલ રાજેશભાઇ વાછાણી (નિકોલ, અમદાવાદ) અને વિજય ભોપાભાઇ પરમાર (નોંધણદર, પાલીતાણા) ને ઝડપી લીધા છે. જો કે આ લોકોએ આ પ્રકારનાં કેટલા ગુનાઓ આચર્યા છે. ગેંગમાં અન્ય લોકો પણ છે કે કેમ તે અંગેની તપાસ આદરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT