Bhavnagar: ઘરેથી કશું કહ્યા વગર નિકળ્યો હતો, 15 વર્ષના વિદ્યાર્થીને કોઈએ રહેંશી નાખ્યો

ADVERTISEMENT

Bhavnagar: ઘરેથી કશું કહ્યા વગર નિકળ્યો હતો, 15 વર્ષના વિદ્યાર્થીને કોઈએ રહેંશી નાખ્યો
Bhavnagar: ઘરેથી કશું કહ્યા વગર નિકળ્યો હતો, 15 વર્ષના વિદ્યાર્થીને કોઈએ રહેંશી નાખ્યો
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ સગીર વયના વિદ્યાર્થીની લાશ મળવાની ઘટનાથી જ ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વિદ્યાર્થી શહેરની સરીતા સોસાયટીમાં રહેતો હતો અને શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી દોલત અનંત વળીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સગીર વિદ્યાર્થીની લાશ બહુમાળી ભવન સામે આવેલા જહાંગીર મીલની ચાલીમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગત સાંજે કહ્યા વગર બહાર ગયો અને પાછો ન આવ્યો
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ સરીતા સોસાયટીમા પ્લોટનં-૪૯/બી શેરીનં-4માં રહેતા શશીકાંત ભાઈ વાઢૈયાનો પુત્ર પલ (ઉ.વ.૧૫) શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી દોલત અનંત વળીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આ સગીર ઘરેથી સાંજે ૭ વાગ્યા આસપાસ ઘરેથી કહ્યા વગર બહાર ગયો હતો. જોકે પરિવારને ક્યાં અંદાજ પણ હતો કે બસ આ તેની સાથેની છેલ્લી મુલાકાત હતી. હવે તેનો ચહેરો જોવા નહીં મળે. બસ આ સાંજ પછી તે જીવીત પાછો આવ્યો નથી. બસ સામે આવી તો તેની હત્યા કરાયેલી લાશ. વિદ્યાર્થીને શરીર પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.

આરાધ્યા બચ્ચનની અરજી પર યૂટ્યૂબ-ગૂગલની બત્તી ગુલઃ હાઈકોર્ટની ફટકાર

પોલીસે લીધી ડોગ સ્કવૉડની મદદ
આજે સવારના સમયે કોઈએ એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી કે, શહેરના બહુમાળી ભવન સામે આવેલ જહાંગીર મીલની ચાલીમાં અવાવરું સ્થળે સગીર વયના વ્યક્તિની લાશ પડી છે. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં સ્થળ પરથી મૃતક સગીરના આધારકાર્ડ આધારે તપાસ હાથ ધરતા આ સગીર સરીતા સોસાયટીમાં રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. વધુ તપાસ કરતાં તે ગઈકાલે સાંજે ૭ વાગ્યા આસપાસ ઘરેથી કહ્યા વગર નીકળ્યો હોવાની વિગત મળી હતી. આ અંગે મૃતકના પરિજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક પલ શશીકાંત વાઢૈયા હોવાની પુષ્ટિ કરી હતી. મૃતકના શરીર પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું. દરમ્યાન સ્થળ પર લોહીવાળા કપડાં પણ કબ્જે કરવામાં આવ્યાં હતાં. ઘટનાને લઇ પોલીસે ડોગ સ્કવૉડની મદદથી આરોપીઓને ઝડપી પાડવા તાજવી હાથ ધરી હતી. તેમજ આ અંગે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ વધુ વિગત બહાર આવશે.

ADVERTISEMENT

આ અંગે DySP આર.આર.સિંઘલે શું કહ્યું તે અંગે પણ આવો જોઈએ…

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT