Bhavnagar: ભાજપના પૂર્વ કોર્પોરેટર પર જીવલેણ હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોને હવે જાણે કાયદાનો પણ ડર ન હોય એમ લાગી રહ્યું છે. ધોળા દિવસે શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર પર તલવારથી હુમલો કરવાની ઘટના બની છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કોર્પોરેટરને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોને હવે જાણે કાયદાનો પણ ડર ન હોય એમ લાગી રહ્યું છે. ધોળા દિવસે શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર પર તલવારથી હુમલો કરવાની ઘટના બની છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કોર્પોરેટરને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ભાજપના પૂર્વ કોર્પોરેટર પર હુમલો
વિગતો મુજબ, ભાવનગરના સિહોરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રજાક સોલંકી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સિહોરના લીલાપીર વિસ્તારમાં ઝઘડો થતા રજાક સોલંકીના માથાના ભાગ પર તલવાર પર હુમલો થયો છે. જે બાદ લોહીલુહાણ હાલતમાં તેમને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના લોકો તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ લેવા માટે પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી.

અગાઉ બે ભાઈઓ પર થયું હતું ગોળીબાર
ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ભાવનગર શહેરમાં બે સગા ભાઈ પર 3 રાઉન્ડ ગોળીબારની ઘટના સામે આવી હતી અને એક યુવકની સહાજાહેર હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.
ADVERTISEMENT
(ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT