ભાવનગરઃ ટાણા રાજપરાગામે બે જુથો વચ્ચે અથડામણ, 11ને ઈજા, પોલીસ સ્થળ પર દોડી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગરના શિહોર ખાતે આવેલા ટાણા રાજપરા ગામે બે જુથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ જુથ અથડામણ એટલી હિંસક બની ગઈ હતી કે તેમાં 11 લોકોને ઈજા થઈ છે. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત થતા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જુથ અથડામણની વિગતો મળતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.

મહિલા સહિત 11ને ઈજા
ભાવનગરના શિહોર ખાતે આવેલા ટાણા રાજપરા ગામે બાઈકને ઓવરટેક કરવાને મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે આ દરમિયાનમાં મામલો બિચક્યો અને હિંસક બની ગયો હતો. જેમાં બે જુથના ટોળા ઝઘડી પડ્યા હતા અને તેમાં બંને સમાજના જુથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ ઘટનામાં મહિલા સહિત 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે શિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તે પછી ગંભીર જણાતા દર્દીઓને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. બનાવની માહિતી મળતા શિહોર પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને સ્થિતિને કાબુમાં કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. હવે પોલીસ આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

(વીથ ઈનપુટઃ નીતિન ગોહીલ, ભાવનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT