Bhavnagar: રોડ ચકાચક હોવા છતાં નવો બનાવવાનું કૌભાંડ, મેયર ખાતમુર્હૂત કરવા પહોંચતા ફૂટ્યો ભાંડો
એક સારા રોડને ફરી નવો બનાવવા કોન્ટ્રાકટર મનપા કમિશનરે અધિક મદદનીશ ઈજનેરને કર્યા સસ્પેન્ડ પ્રજાના પૈસા વેડફનારા સામે કાર્યવાહી કરોઃ કોંગ્રેસ Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકામાં…
ADVERTISEMENT
- એક સારા રોડને ફરી નવો બનાવવા કોન્ટ્રાકટર
- મનપા કમિશનરે અધિક મદદનીશ ઈજનેરને કર્યા સસ્પેન્ડ
- પ્રજાના પૈસા વેડફનારા સામે કાર્યવાહી કરોઃ કોંગ્રેસ
Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે નગરજનોએ કાળી મજૂરી કરીને ચૂકવેલ ટેકસનાં પૈસા વેડફવાની જાણે કે અધિકારીઓ અને શાસકોને પરવાનો મળી ગયો હોઈ તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ એક સારા રોડને ફરી નવો બનાવવા કોન્ટ્રાકટર અને અધિકારીના પ્રયાસને મેયરે નિષ્ફળ બનાવ્યો અને આખરે મામલો મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચતા કમિશનરે મહાનગરપાલિકાનાં અધિક મદદનીશ ઈજનેરને સસ્પેન્ડ કરી દીધા.
સારા રોડને કાગળ પર બતાવાયો ખરાબ
ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ રસ્તા બનાવવા પાછળ કરે છે પરંતુ હવે ખબર પડી કે રોડ નવા બનાવવા નહીં પણ મળતિયાઓને કમાણી કરાવવા બનાવવામાં આવે છે, તાજેતરમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો ખરાબ છે તેમ જણાવી આ વોર્ડના અધિક મદદનીશ ઈજનેર પ્લાન બનાવ્યો અને ખાતમુહૂર્તનું પણ નક્કી થયું હતું.
મેયરની કોઠાસૂઝના કારણે લાખો રૂપિયા બચ્યાં
ખાતમુહૂર્તમાં પહોંચેલા ભાવનગરનાં મેયર ભરત બારડે અધિકારીને કહ્યું કે, ‘આ રોડ તો સારો છે તેને શા માટે નવો બનાવવાનો છે હું અહી ખાતમુહૂર્ત નહીં કરું’. તેમ કહેતા અધિકારીઓ ક્ષોભ સ્થિતિમાં મુકાયા હતા અને મેયરે આ પ્રકારની ઘટનાની જાણ મહાનગરપાલિકા કમિશનરને કરતા કમિશનરે તાત્કાલિક મહાનગરપાલિકાના અધિકારી અ.મ.ઈ પંકજ રાજાઈને સસ્પેન્ડ કર્યા હતા. જોકે, મેયરની કોઠાસૂઝના કારણે ખોટી રીતે વેડફાટ થતા 44 લાખ હાલ તો બચી ગયા, પરંતુ આ ષડયંત્રની પાછળ માત્ર અધિકારી જ નહીં પરંતુ ક્યાં કોન્ટ્રાકટરને મલાઈ ખાવાની હતી, તેની પણ તપાસ થવી જોઈએ.
ADVERTISEMENT
આ કિસ્સો સત્તાધારી પક્ષ માટે લાલબત્તી સમાન
ભાવનગર મહાનગરપાલિકામાં અધિકારીઓ શાસકો અને કોન્ટ્રાકટરની મીલીભગતનો આ કિસ્સો આમ તો સત્તાધારી પક્ષ માટે લાલબત્તી સમાન છે, શહેરનો આ આનંદનગરનો વિસ્તાર પછાત છે પરંતુ રસ્તાઓ સારા છે ત્યારે રસ્તાને કાગળ ઉપર ખરાબ બતાવી કોણ કમાણી કરવા માગે છે તેની તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે.
કોંગ્રેસ કરી તપાસની માંગ
આનંદનગરના આ વિસ્તારમાં કોંગ્રેસના 4 નગરસેવકો ચૂંટાયેલા છે, તેમણે આ રસ્તો બનાવવા માંગ કરી નથી તો પછી કોના ઈશારે આ ખેલ પાડવામાં આવ્યો તેની પણ તપાસ કરવા માંગ ઉઠી છે. કોંગ્રેસ વિપક્ષમાં હોવા છતાં મેયરને આ કામગીરી અટકાવવા બદલ અભિનંદન આપ્યા છે અને કહ્યું કે પ્રજાના પૈસા વેડફનારા સામે કાર્યવાહી કરો.
ADVERTISEMENT
(રિપોર્ટઃ નીતિન ગોહેલ, ભાવનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT