ભાવનગરમાં ખુદ IGને પોલીસકર્મીઓની કામચોરીનો કડવો અનુભવ થયો, 25000 સુધીના દંડની નોટિસ ફટકારી
Bhavnagar News: ઘણીવાર એવું બનતું હોય છે કે પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિક ફોન કરે ત્યારે યોગ્ય જવાબ મળતો ન હોવાની ફરિયાદો કરતા હોય છે. ત્યારે…
ADVERTISEMENT
Bhavnagar News: ઘણીવાર એવું બનતું હોય છે કે પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિક ફોન કરે ત્યારે યોગ્ય જવાબ મળતો ન હોવાની ફરિયાદો કરતા હોય છે. ત્યારે ભાવગરમાં ખુદ રેન્જ IGને પોલીસ કન્ટ્રોલ રૂમનો કડવો અનુભવ થયો હતો. પોલીસ કન્ટ્રોલ રૂમમાં રેન્જ IGએ ફોન કરતા તેમનો જ ફોન કોઈએ ઉઠાવ્યો નહોતો. જે બાદ ડ્યૂટી પરના પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાથી પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ છે.
રેન્જ IGનો ફોન કન્ટ્રોલ રૂમમાં રિસીવ ન થયો
વિગતો મુજબ, બે દિવસ પહેલા ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારના બંગલા પાસે રાત્રીના સમયે લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. જેથી IG દ્વારા ફરિયાદ કરવા માટે 100 નંબર પર પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ કન્ટ્રોલ વિભાગમાંથી કોઈએ પણ રેન્જ IGનો ફોન ઉઠાવ્યો નહોતો. જે બાદ ગુસ્સે થયેલા રેન્જ IGએ ખાનગી કારમાં કન્ટ્રોલ વિભાગની મુલાકાત લીધી હતી. ત્યારે સામે આવ્યું કે કન્ટ્રોલ રૂમમાં એકપણ કર્મચારી હાજર જ નહોતો.
ડ્યૂટી પરના કર્મચારીઓને મળી નોટિસ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગરના પાંચ ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે ડ્યૂટી હતી. જોકે અધિકારીએ ત્યાં હાજર જ નહોતા. જે બાદ તેમને શો કોઝ નોટિસ આપીને 25000થી લઈને બેઝિક સેલેરી સુધીની રકમનો દંડ કેમ ન કરવા તેનો જવાબ રજૂ કરવા માટે કહેવાયું છે. ઘટનાને લઈને DSPએ પણ તપાસ શરૂ કરાવી છે કોઈ પોલીસકર્મી જવાબદાર ઠેરવાય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT