ભાવનગર ડમી ઉમેદવાર કાંડને લઈને મોટો ધડાકો, પોલીસે 4 નહીં 36 લોકો સામે ફરિયાદ નોંધી
ભાવનગર: ભાવનગરમાં યુવરાજ સિંહે ડમી કાંડ વિશે કરેલા ધડાકામાં મોટી ખબર સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડમી ઉમેદવાર કાંડમાં 4 નહીં પરંતુ 36…
ADVERTISEMENT
ભાવનગર: ભાવનગરમાં યુવરાજ સિંહે ડમી કાંડ વિશે કરેલા ધડાકામાં મોટી ખબર સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડમી ઉમેદવાર કાંડમાં 4 નહીં પરંતુ 36 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગત તારીખ 5 એપ્રિલનાં રોજ ડમી ઉમેદવાર કાંડ વિશે ખુલાસો કર્યો હતો અને 4 ડમી ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. જેમાં રાજ્ય સરકારે તપાસનાં આદેશ આપ્યા હતા.
ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ભાવનગર પોલીસે તપાસ દરમિયાન કુલ 36 ડમી ઉમેવારી કરી ચૂકેલા અને આ કાંડમાં એક યા બીજી રીતે સંડોવાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. ત્યારે પોલીસ તપાસમાં નોકરી મેળવવા ડમી ઉમેદવારી કરવા અનેક એજન્ટોની પોલ ખુલી શકે છે. ઉપરાંત લાખો નહીં પણ કરોડમાં લેવડ દેવડના પણ મોટા ખુલાસા થઈ શકે છે.
યુવરાજ સિંહે કૌભાંડનો ખુલાસો કર્યો હતો
યુવરાજસિંહ દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા અને શિહોરના 6 ગામડાઓ દિહોર, સથરા, દેવગાણા, ટીમાણા, અણિયાળી, પીપરલા ગામના અમુક લોકો ડમી કાંડમાં સંડોવાયેલા હોવાના દાવા સાથે આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે ભાવેશ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ, કવિત રાવની જગ્યાએ મીલન ઘૂઘાભાઈ, અંકીત નરેન્દ્રભાઈની જગ્યાએ પરીક્ષા આપનાર વિલમ, જયદીપ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યાના નામનો ખુલાસો કર્યો હતો.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: નીતિન ગોહિલ)
ADVERTISEMENT