Bhavnagar: ડમીકાંડમાં પોલીસે બિપિન ત્રિવેદીને કર્યો ડિટેઈન, યુવરાજસિંહ વિરુદ્ધ વધુ કોઈ ધડાકો થશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bhavnagar: ડમીકાંડને લઈને ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજા પર રૂ.55 લાખ લેવાનો આક્ષેપ કરનારા બિપિન ત્રિવેદીને ડિટેઈન કર્યો છે. બે દિવસ પહેલા જ બિપિન ત્રિવેદીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે યુવરાજસિંહ પર ડમી કાંડમાં નામ ન લેવા પૈસા લીધાનો આક્ષેપ કરી રહ્યો હતો. ભાવનગર પોલીસ દ્વારા શિહોરથી બિપિન ત્રિવેદીને ડિટેઈન કરાતા હવે ડમી કાંડમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.

બિપિન ત્રિવેદી હવે મોટો ધટાકો કરશે?
ખાસ છે કે, બિપિન ત્રિવેદી યુવરાજસિંહ જાડેજાનો નિકટનો માનવામાં આવે છે અને બંને 2018થી સંપર્કમાં છે. યુવરાજસિંહ જાડેજા પર બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે તેમણે ડમી કાંડમાં નામ ન લેવા માટે 55 લાખ રૂપિયા લીધા છે. આ પૈસાની ચૂકવણી કરવા ઘનશ્યામ નામની વ્યક્તિ પણ તેની સાથે હોવાનું બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું. એવામાં SIT દ્વારા બિપિન ત્રિવેદીની અટકાયત બાદ તેની તેણે કરેલા આક્ષેપોમાં કેટલી તથ્યતા છે અંગે કરશે પૂછપરછ કરવામાં આવશે. જ્યારે પૂછપરછમાં વધુ કોઈ માહિતી સામે આવતા પોલીસ વધુ પગલાં ભરી શકે છે.

‘બિપિનભાઈ રાજકીય વ્યક્તિનો હાથે બન્યા, એમને પણ જાણું છું’
આ પહેલા ગઈકાલે ગુજરાત તક સાથેની વાત ચીતમાં યુવરાજ સિંહે સમગ્ર મામલે તેમના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ કૌભાંડીઓને પીઠબળ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને પણ હવે હું ખુલ્લા પાડીશ. અત્યારે પ્રકરણ દબાવવાનો અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બિપિનભાઈ જે-તે રાજકીય વ્યક્તિનો હાથો બન્યા છે. એમને પણ હું જાણું છું. આ મુદ્દામાં શામ, દામ, દંડ અને ભેદથી પતાવવાની વાત કરી. હું આ મુદ્દામાં ક્યાંય પકડાયો નહીં, તેની પાસેથી મારે જે સત્ય લેવું હતું તે લઈ લીધું. મેં પછી ફેસબુકમાં લાઈવ થઈને લાગણી વ્યક્ત કરી દીધી અને તેમના નામ બહાર પાડીશ એમ કહી દીધું.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT