Bhavnagar News: યુવાન પર છરી અને લોખંડની પાઈપથી તૂટી પડ્યા 5 શખ્સો, હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ
Bhavnagar News: ભાવનગર જિલ્લાનાં જેસરના તરખુનીયા વિસ્તારમાં મોડી રાત્રીના સમયે યુવાન સાથે પૈસાની લેતી દેખી મા મને બોલા ચાલી થઈ જતા બે ભાઈઓ પર પાંચ…
ADVERTISEMENT
Bhavnagar News: ભાવનગર જિલ્લાનાં જેસરના તરખુનીયા વિસ્તારમાં મોડી રાત્રીના સમયે યુવાન સાથે પૈસાની લેતી દેખી મા મને બોલા ચાલી થઈ જતા બે ભાઈઓ પર પાંચ શખ્સોએ છરી અને લોખંડના પાઇપ વતી હુમલો કર્યો હતો. મામલામાં હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.
2000 રૂપિયા માટે જીવ લઈ લીધો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાબા હેઠળ આવેલા જેસર ગામમાં શાક-બકાલાનો વ્યવસાય કરી ગુજરાત ચલાવતા પરિવારના બે યુવાન ભાઈઓ પણ કાપડની દુકાનમાં નોકરી કરી અને બીજો ભાઈ છૂટક મજૂરી કરી ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હોય યુવાનને આ જ ગામે રહેતા શખ્સ પાસેથી રૂપિયા ૨૦૦૦ લીધા હતા. દરમિયાનમાં આ શખ્સે યુવાન પાસે રૂપિયા ૨૦૦૦ની ઉઘરાણી કરી હતી. જોકે આ યુવાને સાતમ આઠમમાં આપી દઈશ તેમ કહેતા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાનમાં ભાઈ પણ આવી પહોંચતા ઉશ્કેરાયેલા પાંચ જેટલા શખ્સોએ બંને ભાઈઓ પર છરી લાકડાના ધોકા અને લોખંડના પાઈપ હોવાથી હુમલો કરી દીધો હતો અને હુમલામાં એક ભાઈને ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે નાના ભાઈને ગંભીર હાલે મોડીરાત્રીના સમયે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં નાના ભાઈની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે આ ઘટનાની જાણ થતા ની સાથે જ જેસર પોલીસ પથકનો સ્થળ પર દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
Salangpur Temple: વિવાદનો અંત? ભીંતચિત્રો સુર્યોદય પહેલા હટાવવા તજવીજ, VHPની બેઠકમાં 5 ઠરાવ કયા?
કેવી રીતે બની સમગ્ર ઘટના?
આ બનાવની જાણવા માટે વિગત મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાબા હેઠળ આવેલા જેસર ખાતે રહેતા મનસુખભાઈ બારૈયાનો પરિવારનો શાક બકાલુ વહેંચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાનમાં મનસુખભાઈના બે પુત્રો પૈકી નાનજીભાઈ મનસુખભાઈ બારૈયા અને વિક્રમભાઈ મનસુખભાઈ બારૈયા એક મજૂરી કરી અને એક કાપડની દુકાનમાં નોકરી કરી ગુજરાતને ચલાવતા હોય દરમિયાનમાં વિક્રમભાઈ મનસુખભાઈ બારૈયાએ આજ ગામ ખાતે રહેતા પાસેથી રૂપિયા 2000 લીધા હતા. દરમિયાનમાં આ શખ્સે વિક્રમભાઈ પાસે રૂપિયા 2000 ની ઉઘરાણી કરી હતી. દરમિયાનમાં વિક્રમભાઈ જણાવ્યું હતું કે, સાતમ આઠમમાં આપી દઈશ તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ શખ્સના મળતિયાઓ ભેગા થઈ ગયા હતા અને છરી લોખંડના પાઇપ અને લાકડાના ધોકાવતી વિક્રમભાઈ પર હુમલો કર્યો હતો. તે સમયે વિક્રમભાઈના ભાઈ નાનજીભાઈ મનસુખભાઈ બારૈયા સ્થળ પર પહોંચ્યા ત્યારે મારા મારી થઈ રહી હતી. નાંનજીભાઈ વચ્ચે પડતા ઉશ્કેરાયેલા શખ્સોએ બંને ભાઈઓ પર છરી લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વતી હુમલો કર્યો હતો. છરી અને લોખંડના પાઈપ વતી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નરસિંહ ઉર્ફે નાનજીભાઈ મનસુખભાઈ બારૈયાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે વિક્રમભાઈને ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હ.તા જ્યાં તેમની સ્થિતિ ગંભીર ગણાવી રહી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
(નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT