Bhavnagar News: મહુવા પોલીસ ચોકીમાં પૂછપરછ માટે લવાયેલા વ્યક્તિએ એસિડ ગટગટાવી લીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવામાં પોલીસ ચોકીમાં એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. પૂછપરછ માટે પોલીસ ચોકીમાં લવાયેલા વ્યક્તિએ એસિડ ગટગટાવી લેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની હાજરીમાં જ યુવકે એસિડ પી લેતા યુવકને સારવાર માટે હાલમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસ ચોકીના બાથરૂમમાં જઈને એસિડ પીધું

વિગતો મુજબ, ભાવનગર જિલ્લાની મહુવા પોલીસ ચોકીમાં એક યુવતીના ફોટો વાઈરલ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. આ માટે સાયબર ક્રાઈમની ટીમ વ્યક્તિને તપાસ માટે લાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન યુવકે બાથરૂમ જવાનું બહાનું કરીને ટોઈલેટમાં ગયો હતો અને ત્યાં પડેલું એસિડ પી લીધું હતું. આ બાદ વોમિટ કરતા બહાર આવતા પોલીસ તેને આ અંગે પૂછ્યું હતું, જેમાં વ્યક્તિએ એસિડ પીધા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે તેને લઈને પહોંચી હતી.

વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો

આ રીતે પોલીસ ચોકીમાં જ વ્યક્તિએ એસિડ પી લેતા પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, હાલમાં આ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર છે.

ADVERTISEMENT

(ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp

    ADVERTISEMENT