વાહન ચોરીના માસ્ટર માઇન્ડને ભાવનગર LCB એ દબોચી લીધો, અપનાવતો હતો આ મોડેસ ઓપરેન્ડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ, ભાવનગર: વાહન ચોરીમાં પારંગત એવા મહા ગઠિયા ચોરને ભાવનગરની LCB પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં વાહનોની ચોરી કરનારા રાજુ મિસ્ત્રીએ 32 વાહનોની રાજ્યમાંથી અલગ-અલગ શહેરોમાંથી ચોરી કરી હતી તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  રાજુ મિસ્ત્રી સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વધુ પોલીસ તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં ક્રાઇમનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ  ભાવનગર શહેરમાં જાણે પોલીસ ડર ન રહયો હોય તેમ અનેક ક્રાઈમ સહિત ચોરીનાં બનાવો છાસવારે સામે આવતા હોય છે.  ત્યારે વાહન ચોરી અંગેની ડ્રાઈવમાં ભાવનગર LCB પોલીસ શહેરનાં વિઠ્ઠલવાડી વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન શંકા જતા વધુ પૂછપુરછ કરતા રાજુ નામના શખ્સ પાસે જે વાહન છે તે ચોરીનું છે, તેમ જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા વધુ કડક ઊંડી તપાસ કરતા પોલીસને જાણકારી થઈ કે પકડાયેલો શખસ રીઢો ગુનેગાર છે અને તેને અલગ અલગ શહેરોમાં વાહન ચોરી કરી છે. તેમજ બેથી ત્રણ વાર પાસાની સજા કાપી ચુકેલો છે.

એક જ મોડેસ ઓપરેન્ડીથી કરતો હતો ચોરી 
રાજુ મિસ્ત્રી નામનો ચોર ધોળકાનાં રાયકા ગામનો રહેવાસી છે અને ભાવનગર શહેરમાંથી 20, બોટાદમાંથી 2 , સુરતમાંથી 5 અને અમદાવાદમાંથી 3 વાહનોની ચોરી કરેલી છે. જેમાં કુલ-32 જેટલા ચોરી કેરાયેલા વાહનો પોલીસે કબજે કરી લીધા છે. પોલીસે તેની કોઈ ગેંગ નથી તે એકલો જ ચોરી કરે છે.  તપાસ કરતા સામે આવ્યું છે કે વાહન ચોર રાજુ એક જ મોડેસ ઓપરેન્ડીથી કામ કરે છે.  આ ચોર કોઇપણ પાર્કિંગમાં પડેલા વાહનોને ધ્યાન ચુકાવી તાળું તોડી વાહનોની ચોરી કરતો હતો. ભાવનગર પોલીસ દ્વારા ચોરીના વાહનો તે ક્યાં વહેંચે છે એની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT