ભાવનગરની હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓનું ઘોડાપુર, અત્યારસુધી 100 દર્દીઓને સારવાર હેઠળ ખસેડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ બોટાદના બરવાળા ખાતે થયેલા લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 38 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ભાવનગરની હોસ્પિટલના સુપ્રિટેન્ડે દાખલ દર્દીઓ અંગે પ્રતિક્રિયા આપી છે. અત્યારસુધી લઠ્ઠાકાંડનો ભોગ બનેલા દર્દીઓનો ભાવનગર સરકારી હોસ્પિટલમાં અવિરત પ્રવાહ ચાલુ જ છે. અહીં કુલ 100થી વધુ લોકો સારવાર માટે આવ્યા છે. જેમાંથી 18 દર્દીઓનાં મોત થયા છે જ્યારે અન્ય લોકોની હાલત સ્થિર છે.

ડાયાલિસીસ કરવાનું શરૂ
લઠ્ઠાકાંડનો ભોગ બનેલા કુલ 90 દર્દીઓને ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારપછી સતત દર્દીઓ અહીં ઝેરી દારૂ પીધો હોવાથી સારવાર લેવામાં માટે દાખલ થતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે કુલ 100થી વધુ દર્દીઓ અહીં દાખલ થયા હોય તેવી માહિતી મળી છે અને એમાંથી 18ના મોત થયા છે. જોકે આ તમામ દર્દીઓને ડાયાલિસીસથી વધુ રિકવરી થતી હોવાથી 54 દર્દીઓની આ પ્રમાણે સારવાર શરૂ કરી દેવાઈ છે. જ્યારે 10 દર્દીઓનું સેકન્ડ ડાયાલિસીસ કરાઈ રહ્યું છે.

પોસ્ટમોર્ટમ કરી જરૂરી સેમ્પલ લેવાયા
અમદાવાદથી અત્યારે સ્પેશિયલ ટીમ 10 ડાયાલિસીસ મશીન લઈને ભાવનગરની સર ટી હોસ્પિટલ પહોંચી ગઈ છે. અહીં અત્યારે 51 દર્દીઓની તબિયત સ્થિર છે જ્યારે 1ની સ્થિતિ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે અત્યારે દર્દીઓના પોસ્ટમોર્ટમ કરતા જરૂરી સેમ્પલ લીધા છે અને તેમના શરીરમાં કેવા પ્રકારના કેમિકલો રહેલા છે એની જાણ પણ થશે.

ADVERTISEMENT

ઘણા વોર્ડમાં સ્ટાફની અછત
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં એકબાજુ દર્દીઓનું ઘોડાપુર આવ્યું છે, ત્યારે બીજી બાજુ અહીં હોસ્પિટલ સ્ટાફની અછત થતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે દર્દીઓની દેખરેખ કરવા માટે ઘણા વોર્ડમાં સ્ટાફ ઓછો છે, જેની પૂરતી કરવા માટે હોસ્પિટલ સ્ટાફે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT