Bhavnagar: 1100 કરોડની GST ચોરી, કોર્ટમાં રજૂ કરાઈ 11,228 પાનાની ચાર્જશીટ

ADVERTISEMENT

Bhavnagar: 1100 કરોડની GST ચોરી, કોર્ટમાં રજૂ કરાઈ 11,228 પાનાની ચાર્જશીટ
Bhavnagar: 1100 કરોડની GST ચોરી, કોર્ટમાં રજૂ કરાઈ 11,228 પાનાની ચાર્જશીટ
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ હાલમાં ભાવનગર ડમીકાંડ અને તોડકાંડનાં મામલે ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ ભાવનગર પોલીસે કરોડો રૂપિયાની કર ચોરી કરતી ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. કરોડો રૂપિયાનું GST કૌભાંડ સામે આવતા ભાવનગર રેન્જ આઈ.જી ની અધ્યક્ષ સ્થાને પોલીસ તપાસ માટે SITની રચના કરી હતી. ત્યારે આજે SIT દ્વારા તપાસ દરમિયાન કર ચોરીના કેસની દળદાર ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં આ કર ચોરીનું કૌભાંડ ૧૧૦૨ કરોડ હોવાનું સામે આવ્યું હતું. કર ચોરીના કેસમાં આરોપીઓ વિરુધ્ધમાં કુલ ૧૧,૨૨૮ પાનાનું દળદાર પ્રથમ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. SITની રચના બાદ કર ટેક્ષ ચોરીના કેસમાં કુલ ૧૫ આરોપીની ધરપકડ કરીને કુલ-૪૬૦ બોગસ પેઢી ઝડપી પાડી હતી.

મહિલા પહેલવાનોની અરજી પર SCએ સુનાવણી બંધ કરતા કહ્યુંઃ પિટિશનનું સમાધાન થયું

15 આરોપી થયા જેલના હવાલે
રાજ્ય સરકારને ચુનો લગાવીને GST કર ચોરી કરતી ટોળકીનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને પોલીસ ઈન્સેપેક્ટર આર.એન.વિરાણી દ્વારા કરોડો રૂપિયાની કર ચોરીમાં ઊંડાણ પુર્વક તપાસ કરી અત્યાર સુધીમાં ૧૫ આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. GST કર ચોરીના કેસમાં તપાસ કરી રહેલી SIT ટીમની તપાસમાં સામે આવ્યું હતું કે, GST કર ચોરી કરતી ટોળકી ભાવનગર શહેર સહિત જિલ્લામાં અશિક્ષીત અને ગરીબ લોકોના આધાર કાર્ડ અને પાનકાર્ડ આ ટોળકી મેળવી લેતી હતી. ત્યારબાદ આ ડોક્યુમેન્ટનાં આઘારે મોબાઈલ માટે નવું સીમકાર્ડ ખરીદતા અને આધાર કેન્દ્રમાં જઈને આધારકાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરવી દેતા હતા. ત્યારબાદ જેના આધારે GSTની વેબસાઈટ પરથી તે માણસોનાં નામે નવો GST રજીસ્ટ્રેશન કરાવીને બોગસ પેઢી ખોલી દેતા હતા. ઉપરાંત ખોટું GST નંબર મેળવીને તેમાં બોગસ બીલીંગનું કામ કરીને સરકારને ભરવાના ટેક્સની રકમ ચાંઉ કરવા માટે બોગસ પેઢીઓનો ઉપયોગ કરતા હતા. GST કર ચોરીનાં બનાવમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ૧ ફરિયાદ, શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ૨ ફરિયાદ અને અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ૧ ફરિયાદ કુલ મળીને ૪ પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી હતી. ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે.

ભાવનગર રેન્જના પોલીસ IG ગૌતમ પરમારનાં માર્ગદર્શન અને સૂચના મુજબ SIT ના A.S.P, શિવમ વર્મા તથા જીતેન્દ્ર અગ્રવાલ તથા D.Y.S.P. રાધીકા ભારાઇની માર્ગદર્શન હેઠળ PI આર.એન.વિરાણી તથા કે.જી. ચાવડા દ્વારા પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના ગુનામાં કુલ-૧૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને જેઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલા મોબાઇલ ફોન તથા લેપટોપ વિગેરે ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે. જે પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT