Biparjoy: ભાવનગરમાં 2 વ્યક્તિ અને 15થી વધુ પશુઓનો લીધો ભોગ, CPR આપ્યા પણ ના બચ્યો જીવ
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગરમાં કુદરતી આફતે બે વ્યક્તિ અને પંદરથી વધારે પશુઓનો ભોગ લીધાના અહેવાલ સામે આવી રહ્યા છે. ભાવનગરના ભંડાર ગામ નજીક નદીના નાળામાં પોતાના…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગરમાં કુદરતી આફતે બે વ્યક્તિ અને પંદરથી વધારે પશુઓનો ભોગ લીધાના અહેવાલ સામે આવી રહ્યા છે. ભાવનગરના ભંડાર ગામ નજીક નદીના નાળામાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા પુત્ર તણાઈ ગયા હતા. જેમાં પિતા પુત્ર સહિત 15 ઢોરોનો જીવ લેવાયો હતો.
Biparjoy લેન્ડફોલ સાથે જ દ્વારકામાં ભયંકર દ્રશ્યોઃ વીજળી ઠપ્પ, દરિયો રૌદ્ર સ્વરૂપમાં- Videos/Photos
ફાર્મ હાઉસમાં પાણીના નિકાલ માટેની પાઈપમાં તણાયા
ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાને કારણે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભંડાર અને સોડવદરા ગામ નજીક વરસાદનું વહેણ ઘણું વધારે રહ્યું હતું. દરમિયાન માલઢોરને બચાવવા જતા વહેણમાં પિતા પુત્ર ગરકાવ થઈ ગયા હતા. તેઓ ભંડાર અને સોડવદરા ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાંથી પાણીનો નીકાલ કરવા માટે રાખવામાં આવેલી પાઈપમાં બકરા તણાઈ જતા તેમને બચાવવાની મથામણ કરવા લાગ્યા હતા.
લોકોએ બચાવવાના પ્રયત્ન કર્યા પણ….
ફાર્મ હાઉસમાંથી પાણીનો નિકાલ કરવા માટે, ખાસ કરીને ઉપરવાસથી ડુંગરમાંથી પાણી પડતા પાઈપમાં પશુઓ તણાઈ રહ્યા હતા. પાઈપમાં તેઓ પણ તણાતા ગુંગળાઈ જતા તેમના મોત થયા હતા. જોકે તેમને બહાર કાઢી સીપીઆર આપીને તેમનો જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા ન્હોતા.
ADVERTISEMENT
ADVERTISEMENT