ખાનગી કોલેજોની કોર્સ ફીમાં તોતિંગ વધારા બાદ MK યુનિ.નો પરીક્ષા ફીમાં 10%નો વધારો
નીતિન ગોહિલ.ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નવા વર્ષથી જાણે વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી રીતે ફી માં વધારો કરવાનું નક્કી કરી લીધું હોય તેમ અગાઉ થોડા…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નવા વર્ષથી જાણે વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી રીતે ફી માં વધારો કરવાનું નક્કી કરી લીધું હોય તેમ અગાઉ થોડા દિવસો પહેલા એનરોલમેન્ટ ફી અને ખાનગી કોલેજમાં જુદા-જુદા કોર્સમાં તોતિંગ ફી વધારો કરી દેવાયા બાદ હવે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. સતત વધી રહેલા વિવિધ બાબતોના ભાવ વધારાને પગલે ગુજરાતમાં એજ્યુકેશન એક મોટો ધંધો બની ગયું હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. ઘણા તજજ્ઞો દ્વારા ગુજરાતમાં ભણતર જે રીતે મોંઘું થતું જાય છે તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદઃ Videos
ફી વધારા સામે નોંધાવ્યો વિરોધ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફી માં તોતિંગ વધારો અને એનરોલમેન્ટ ફી વધારા બાદ આજે તમામ પરીક્ષા ફીમાં પણ 10 %નો વધારો કરતા યુનિવર્સિટી દ્વારા જાણે કે વિદ્યાર્થીને આર્થિક રીતે નુકસાન કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ખુશામત કરવા દિવસે અને દિવસે ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ કરવાથી વંચિત રાખવા અલગ-અલગ ફીમાં વધારો કરે તેવી આ નીતિ છે, તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય શિવાભાઈ ડાભી જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સેનેટ મેમ્બર અને વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે તમામ ફી વધારોનો વિરોધ કરીયે છીએ.
કૌશિક ભટ્ટ (રજીસ્ટાર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી)ને આ મામલે પુછતા તેમણે જુઓ શું કહ્યું
ADVERTISEMENT
વિરોધ નોંધાવતા શિવાભાઈ ડાભી (સેનેટ સભ્ય, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી)એ શું કહ્યું જુઓ
ADVERTISEMENT