ભાવનગર ડમીકાંડમાં વધુ 2 આરોપીઓ પકડાયા, ડમી દ્વારા પરીક્ષા આપી STમાં નોકરી મેળવનાર ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: રાજ્યમાં બહુચર્ચિત બનેલા ડમીકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ SIT દ્વારા કરવામાં આવી છે. ડમી કાંડમાં ઉમેદવારની બદલામાં પેપર આપવા જનારા મિલન બારૈયા બાદ આજે વધુ એક આરોપી ઝડપાયો છે. ઉમરાળાના વડોદ ગામનો વિરમદેવસિંહે ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. આ જ વિરમદેવસિંહે શરદ નામના ઉમેદવાર મારફતે ગ્રામસેવકની પરીક્ષા આપી હતી. જે હાલ એસ.ટી નિગમમાં બજાવતો હતો.

વિગતો મુજબ, ભાવનગરના ડમીકાંડમાં તપાસ કરી રહેલી SITની ટીમે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આમ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 38 આરોપીઓ થયા છે. જેમાં ઉમરાળાના આરોપી વિરમદેવસિંહ નાગભા ગોહિલનું નામ સામે આવ્યું છે. વર્ષ 2017માં શરદ મારફતે વિરમદેવસિંહે પરીક્ષા આપી જેમાં ગ્રામસેવકમાં પરીક્ષા ગ્રામસેવકમાં પાસ થયા બાદ હાલ વિરમદેવસિંહ એસ.ટીમાં નોકરી કરે છે. ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજા દ્વારા ગુજરાત સરકારની લેવાતી પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થી, નકલી માર્કશિટ અને નકલી પ્રમાણપત્રો દર્શાવવાના મામલાઓ ઉજાગર કરવામાં આવ્યા હતો. આ પછી મામલાઓમાં એક પછી એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા આ કૌભાડંને લઈને તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ પણ તૈયાર કરાઈ જેણે કડક હાથે કામ લઈને ધરપકડનો દૌર શરૂ કર્યો છે. આ મામલામાં 19 વર્ષનો મિલન બારૈયા નામનો શખ્સ 2020થી 2022 સુધીના સમયમાં 7 વખત ડમી ઉમેદવાર તરીકે બીજા લોકોની પરીક્ષાઓ આપી ચુક્યો છે. તે એક ઉમેદવાર માટે 25000 રૂપિયા ચાર્જ વસુલતો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT