ગુજરાતના ડમીકાંડના 61 શખ્સોને 1500 પાનાની ચાર્જશીટ સાથે કોર્ટમાં કરાયા રજૂ
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારા ડમીકાંડમાં પકડાયેલા 61 શખ્સોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને 1500થી વધુ પાનાની ચાર્જશીટ સાથે રજૂ…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનારા ડમીકાંડમાં પકડાયેલા 61 શખ્સોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને 1500થી વધુ પાનાની ચાર્જશીટ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં પોલીસ તંત્ર દ્વારા ક્રમશઃ એક મહિલા સહિત 61 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. સાથો સાથ 1527 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ આરોપીઓને ક્રમશઃ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાતના અન્ય જિલ્લામાં પણ ડમીકાંડનો સડો
સરકારી પરીક્ષામાં સાચા ઉમેદવારને બદલે ડમી ઉમેદવાર બેસાડીને ચલાવાતા કૌભાંડમાં ભાવનગર ઉપરાંત ડમીકાંડનાં તાર અન્ય જિલ્લાઓમાં પણ પ્રસરી ચૂક્યા હતા. પોલીસ તંત્ર દ્વારા રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ ડમીકાંડમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડમીકાંડમાં સંડોવાયેલા 61 શખ્સોને ચાર્જશીટ સાથે કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા છે. ના માત્ર ભાવનગર પણ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં એક મહિલા સહિત કુલ 61 શખ્સોની ધરપકડ પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી. અન્ય જિલ્લાઓમાં પણ આ ડમીકાંડનો સડો પ્રસરી ચૂક્યો હતો. પોલીસ તંત્ર દ્વારા ડમીકાંડમાં સંડોવાયેલા 61 જેટલા શખ્સોની ક્રમશ ધરપકડ કરવામાં આવી હતી.
સરહદ પાર કરી વધુ એક ‘સીમા’ આવી ભારત, પ્રેમીએ આપ્યો દગો
તેમજ તમામ આ ઝડપાયેલા 61 શખ્સો વિરુદ્ધ પોલીસે કુલ 1527 પાનાની ચાર્જશીટ પણ તૈયાર કરી લેવામાં આવી હતી. તમામ આ ઝડપાયેલા આરોપીઓને આજે ભાવનગરનાં સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.પી મોકસી સામે રજૂ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT