ભાવનગર કોર્પોરેશને 2 જ મહિનામાં ઘરવેરાની 100 કરોડની કરી વસુલાત

ADVERTISEMENT

Bhavnagar corporation, Property tax, tax, record, 100 crore in 60 days
Bhavnagar corporation, Property tax, tax, record, 100 crore in 60 days
social share
google news

ભાવનગરઃ ભાવનગર કોર્પોરેશનની છેલ્લા ચાર વર્ષની સિદ્ધીમાં એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ભાવનગર કોર્પોરેશને ઘરવેરાની રેકોર્ડ બ્રેક રૂ. 100 કરોડની વસુલાત કરી છે. બે મહિનામાં રૂપિયા 100 કરોડની વેરા થકી આવક કરનાર મહાનગરપાલિકાએ ઈતિહાસ રચી દીધો છે.

લાલચની પોટલી લઈને ગયા’ને લૂંટાયા, પછી યાદ આવી પોલીસઃ સુરતના સોની જોડે જબરું થઈ ગયું

કોર્પોરેશન કરશે માસ જપ્તીનની ઝુંબેશ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 4 વર્ષની વસુલાતની સિદ્ધિ જોઈએ તો વર્ષ 2020-21માં 362 દિવસમાં 100 કરોડ રૂપિયાની વસુલાત પૂર્ણ કરી હતી. ગત વર્ષે ઘર વેરા વિભાગે 139 કરોડનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે 141 કરોડની વસુલાત કરી છે. મતલબ કે ટાર્ગેટ કરતા 102 ટકા વધારે વસુલાત કરી છે. જ્યારે આ વર્ષે 192 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે પૈકી માત્ર 60 દિવસમાં જ 100 કરોડ રૂપિયાની વસુલાત કરી લીધી છે. જુન મહિનામાં શહેરની ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને રહેણાંકી મિલકતોમાં માસ જપ્તીની ઝુંબેશ શરુ કરવામાં આવશે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT