ભાવનગર કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગમાં 12 રાજીનામાથી ખળભળાટ, કારણ ચોંકાવનારું

ADVERTISEMENT

ભાવનગર કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગમાં 12 રાજીનામાથી ખળભળાટ, કારણ ચોંકાવનારું
ભાવનગર કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગમાં 12 રાજીનામાથી ખળભળાટ, કારણ ચોંકાવનારું
social share
google news

ભાવનગરઃ ભાવનગર કોર્પોરેશનમાં આજે વધુ એક રાજીનામુ પડતા ખળભળાટ મચ્યો છે. મહાનગર પાલિકા કમિશનર એન વી ઉપાધ્યાયને પાલિકાના કર્મચારીઓ તથા વિભાગના અધિકારીઓનું એક પછી એક રાજીનામુ મળતા સમગ્ર મુદ્દો ભારે ચકચારી બની ગયો છે. ભાવનગર કોર્પોરેશનમાં કર્મચારીઓના સટાસટ રાજીનામા પડવા એ ચોંકાવનારી બાબત છે. જોકે તેમના રાજીનામા પાછળ માનસીક ટોર્ચર હોવાનું પણ સામે આવ્યું છે. અહીં અમે રાજીનામું પણ દર્શાવ્યું છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકને સિલ કર્યું, પછી પાછું આપી દીધું
રાજીનામામાં એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે તેમાં લખ્યા પ્રમાણે જ્યારે પણ વિભાગ સખ્તાઈથી કામ કરે છે, સરાહનીય કામ કરે છે ત્યારે કમિશનર કક્ષાએથી મોટા ઉત્પાદકોને રિલેક્શેશન આપવામાં આવે છે અને તેના કારણે વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓનું મોરલ ડાઉન થાય છે. જેમા ઉદાહરણમાં કેટલીક ઘટનાઓ પણ ટાંકવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, મહાનગરપાલિકાના ઈતિહાસની સૌથી મોટી રેડ કરચલિયા પરા પ્રેસ રોડ પર વિભાગ દ્વારા ફેક્ટરીનું સીલ ખોલી આપવા કમીશનરનની મંજુરીને આધિન થઈ જપ્ત કરેલું પ્લાસ્ટીક પાછું આપવામાં આવ્યું. બંધ ગોડાઉન ખોલવા મનાઈ કરવામાં આવી. કોઈ કાર્યવાહી ના કરવા માટે નાયબ કમિશનરની કક્ષાએથી દબાણ આવ્યું. નોટિસમાં આવી બાબતોનો ઉલ્લેખ કેમ કરવામાં આવતો નથી. આ જ પ્લાસ્ટીક પરત બજારમાં જોવા મળે છે.

ફિલ્મી કહાનીથી ઓછી નથી થરાદની મહિલાની હત્યાઃ દાગીનાની સાઈઝ નાની પડી અને થયું મર્ડર

માનસિક ટોર્ચરથી કર્મચારીઓ કંટાળ્યા
ભાવનગર કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપરાંત સીએસઆઈ, એસએસઆઈ, એસઆઈના અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 12 જેટલા રાજીનામા પડતા બધા જ ચોંકી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર માનસિક ટોર્ચરથી કંટાળી, ઉપરીઓના ત્રાસથી કંટાળીને, સ્ટાફની અછત, સ્ટાફની ફાળવણી  અને મેનેજમેન્ટની ખામીઓને કારણે કર્મચારીઓ જે દબાણ હેઠળ કામ કરી રહ્યા હતા તે હવે કરવા માગતા નથી અને હવે તેના કારણે તેમણે રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT