ભાવનગરઃ B.comનું પેપર ઈનચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલથી જ લીક થયાનો ઘટસ્ફોટ
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગરની જી.એલ.કકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કાલિયાબીડ, ભાવનગરના ઈન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હતો. જોકે વિદ્યાર્થિનીને વાલી સાથે વાત કરવા…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગરની જી.એલ.કકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કાલિયાબીડ, ભાવનગરના ઈન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હતો. જોકે વિદ્યાર્થિનીને વાલી સાથે વાત કરવા ફોન આપ્યો હોવાનો બચાવ કરી રહ્યા છે. ઈન્ચાર્જ પ્રિન્સિપાલ, અમિત ગલાણી ઉપરાંત કાળીયાબીડ અને ભરતનગરના વિદ્યાર્થીઓની અટક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ બી.કોમ સેમેસ્ટર 6ના એકાઉન્ટ વિષયનું પેપર લીક થઈ જવાને કારણે ભારે ઉહાપોહ મચ્યો હતો.
કોણ કોણ આવ્યું સકંજામાંઃ
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં બી.કોમ. સેમેસ્ટર-6ના એકાઉન્ટના પેપર લીક મામલે પોલીસે પેપરનો મુખ્ય સૂત્રધાર ભાવનગરનો અમિત ગલાણી, શહેરની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર ની જી.એલ.કકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કાલિયાબીડ, ભાવનગર અમિત ગલાણી જી.એલ.કકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજમાં બી.કોમ અને બીબીએ નો ઈન્ચાર્જ પ્રિન્સીપાલ છે ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને ૫ વિદ્યાર્થીઓની અટક કરી છે.
વડોદરાઃ બુલેટ ટ્રેનના બે કન્ટેનર વચ્ચે કેવી રીતે ભરાઈ ગયો 13 ફૂટનો મગર?
ધરમ કરતા ધાડ પડ્યાનો પ્રિન્સિપાલનો બચાવ
જ્યારે પકડાયેલા ઈન્ચાર્જ પ્રિન્સિપાલે પોલીસ સમક્ષ ‘ધરમ કરવા જતા ધાડ પડી’ હોવાનો બચાવ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ એમ.કે.બી. યુનિ.ના બી.કોમ. સેમે-6ના એકાઉન્ટનું પેપર શરૂ થવાની 18 મીનિટ પહેલા સોશ્યલ મીડિયામાં લીક થયું હતું. જે અંગે યુનિ.ના પરીક્ષા નિયામક ઉમેશ રાવળે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર લેખિત જાણ પણ કરી હતી.
ADVERTISEMENT
અમિતને લઈ કોંગ્રેસ આકરા પાણીએ
એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા યુનિવર્સિટીમાં અને તેનો વિરોધ્ધ નોંધાવ્યો અને સવાલ કર્યા કે યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નથી કરતી અમિત એબીવીપીનો કાર્યકર છે માટે..?
સીસીટીવી પણ ચેક કરાયા
પેપરલીકની ઘટના મામલે સરકાર દ્વારા પણ ગહન તપાસના આદેશ થયા બાદ પોલીસ તંત્રએ રવિવારે રાત્રે તમામ પરીક્ષા સેન્ટરોના સી.સી. ટી.વી. કચેરીના કુટેજ અને સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલા મેસેજના આધારે તપાસ હાથ ધરી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ આ સમગ્ર પ્રકરણે એક કોલેજ ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અને 5 વિદ્યાર્થીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પ્રિન્સિપાલે આપ્યું વિદ્યાર્થીનું નામ
જ્યારે આ બનાવમાં અટક કરાયેલા કાકડીયા કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીએ પોલીસમાં જણાવ્યા મુજબ શાળાના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે વાત કરવા માટે તેમનો મોબાઈલ ફોન લઈને જતા હોય છે. બનાવના દિવસે પણ એક વિદ્યાર્થિનીને મોબાઈલ ફોન આપ્યો હતો. જેની પાસેથી કોઈ વિદ્યાર્થીઓ મોબાઈલમાંથી પેપર બીજા ફોનમાં ફોરવર્ડ કર્યા હશે. આ અંગે વિવેક મકવાણા નામના વિદ્યાર્થીએ આજે સામેથી પ્રિનિસીપાલની કેબીનમાં જઈ તેણે આ કામ કર્યું હોવાનું અમિતભાઈને જણાવ્યું હતું.
ADVERTISEMENT
વડોદરામાં એડિશનલ પોલીસ કમિશનરની નવી પોસ્ટ ઊભી કરાઈઃ પથ્થરમારા બાદ નિર્ણય
પોલીસમાં સામેથી જાણ કરવા ગયા હતા
આ મામલે પેપર લીક થયાનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ પણ ભાવનગરમાં હોવાથી અમિતભાઈએ સમગ્ર મામલે તેમને જાણ કરી હતી. અને ત્યારબાદ પોલીસમાં સામેથી આ બનાવની જાણ કરવા ગયા હતા. જોકે પોલીસે પ્રથમ દર્શનીય ગુનો સમજી તેમને પોલીસ સ્ટેશને બેસાડી દીધા હતા. આ ઉપરાંત કાળીયાબીડ, ભરતનગર સહિત જુદા જુદા વિસ્તારમાં રહેતા પાંચેક વિદ્યાર્થીઓને પણ મોબાઈલ ડીટેઈલના આધારે પોલીસે અટકમાં લીધા છે.
ઘટનાને લઈ એ.બી.વી.પી., યુવક કોંગ્રેસ અને કોર્ટ સભ્યો દ્વારા પણ આ બનાવમાં કડક પગલા લેવાની માંગણી કરાઈ છે. દરમિયાનમાં યુનિ.એ બે ઈ.સી. સભ્યો ગીરીશ પટેલ અને ઈન્દ્ર ગઢવી તથા કુલસચિવ કૌશિક ભટ્ટની આ મામલે તપાસ કમિટીની રચના કરી છે. જે પોલીસ રિપોર્ટ બાદ જરૂરી રિપોર્ટ આપશે. ત્યારે સવાલ એ પણ થાય કેમ ફોનમાં પેપરનો ફોટો રાખ્યો કેમ ? પકડાયેલા અમિત ગલાણીએ તેના ફોનમાં પેપરનો ફોટો હતો જે અન્ય લોકોએ ફોરવર્ડ કર્યા છે તેમ જણાવ્યું છે પણ અમિત ગલાણીએ ફોનમાં પેપરનો ફોટો રાખ્યો કેમ હતો ? તે અંગે કશો સંતોષકારક જવાબ આપી શકયા ન હતા. અગાઉ થોડા વર્ષ પહેલાં આજ કોલજમાં બી.એ નો પ્રિન્સીપાલ હતો અનેક વિવાદો અને વાલીઓની વ્યાપક ફરિયાદ થતા તેને બી.એ કોલજમાંથી હટાવવામાં આવ્યો હતો. અમિત ગલાણી ગુજરાતી ફિલ્મનો કલાકાર છે અનેક નાની ફિલ્મમાં કામ કર્યું છે.
ADVERTISEMENT