ભરૂચઃ દરિયા કાંઠે રમતા બાળકો ભરતીમાં તણાયા, 7 લોકો ખેંચાયા- Video
વડોદરાઃ ભરૂચના વાગરા તાલુકા ખાતે આવેલા સમુદ્ર કિનારે બાળકો રમતા હતા અને રમતા રમતા દરિયાની ભરતીમાં ખેંચાઈ ગયા હતા. ત્રણ બાળકો પાણીમાં ખેંચાવા લાગતા અન્ય…
ADVERTISEMENT
વડોદરાઃ ભરૂચના વાગરા તાલુકા ખાતે આવેલા સમુદ્ર કિનારે બાળકો રમતા હતા અને રમતા રમતા દરિયાની ભરતીમાં ખેંચાઈ ગયા હતા. ત્રણ બાળકો પાણીમાં ખેંચાવા લાગતા અન્ય લોકો પણ બચાવમાં ગયા જે પણ ખેંચાયા હોવાની જાણકારી સામે આવી છે. આ ઘટનામાં કુલ 7 વ્યક્તિ દરિયામાં ખેંચાઈ ગયા હતા. સ્થાનીકો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ સાતને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે 3 બાળકો સહિત 5 વ્યક્તિના મોત થયા છે.
Memes: ઉઠવા લાગી 2000ની અર્થી, RBIના નિર્ણય પછી સોશ્યલ મીડિયા પર મજેદાર રિએક્શન્સ
ખંભાતના અખાતમાં ભરતી આવતા બાળકો તણાયા
વાગરા તાલુકાના ગંધાર નજીક આવતા સમુદ્ર કિનારે બાળકો ભરતી તણાઈ ગયા હતા. જેમને બચાવવાના પ્રાયાસ દરમિયાન 7 લોકો તણાઈ ગયા હતા. 3 બાળકો સહિત 7 લોકો તણાઈ ગયા હતા. બાળકો સહિત લોકોને તણાઈ જતા જોઈને સ્થાનીકો દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામ 7ને તેમણે બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ખંભાતના અખાતમાં ભરતી આવાત બાળકો તણાઈ ગયાની આ ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. કારણ કે આ ઘટનામાં ત્રણ બાળકો સહિત પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતા.
(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
ADVERTISEMENT