સાંસદ મનસુખ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટે ફરી વધારી સરકારની ચિંતા, જાણો શું લખ્યું
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મનસુખ વસાવા અનેક વખત પોતાની સરકાર સામે બાયો ચડાવતા જોવા મળ્યા…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મનસુખ વસાવા અનેક વખત પોતાની સરકાર સામે બાયો ચડાવતા જોવા મળ્યા છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારનું નિવેદન સાંસદ મનસુખ વસાવાનું સામે આવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરશે તેમ પોસ્ટ કરી જણાવ્યું છે.
જાણો શું લખ્યું છે પોસ્ટમાં
નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ 2023 ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદ નું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવેલ અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓ એ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા. પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓ ના મળતીયાઓની એજન્સીઓ ના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવ્યા અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓ ને અનુકૂળ, ગાઈડલાઈન માં સુધારો કર્યો. હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો એ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે.
આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, DRD નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેઓએ ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓ ની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ.
ADVERTISEMENT
ADVERTISEMENT