Bharuch News: જંબુસરમાં બે સગી બહેનોને ફાર્મ હાઉસમાં લઈ જઈ નશાના ઈન્જેક્શન આપી યુવકોએ દુષ્કર્મ આચર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bharuch Rape News:- ભરૂચ જિલ્લાના જંબુસરમાં બે બહેનો પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. બંને બહેનોને ફોસલાવીને ફાર્મ હાઉસ પર લઈ જઈને નશાકારક ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા અને આ બાદ તેમના પર દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો હતો. ઘટનાના 25 દિવસ બાદ એક બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

એક બહેને પોલીસમાં નોંધાવી ફરિયાદ

વિગતો મુજબ, અંદાજે 25 દિવસ પહેલા યુવતીને તેની બહેન સાથે મિત્ર યાસીન ખાલિદે મળવા બોલાવી હતી. જે બાદ યાસીન બંનેને ઈકો કારમાં બેસાડીને કાવલી ગામે આવેલા આંબાવાડીના ફાર્મ પર લઈ ગયો હતો. અહીં બંને બહેનોને નશાકારક પદાર્શના ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓએ પણ નશાના ઈન્જેક્શન લીધા હતા. આ બાદ બંને બહેનો પર યાસીન અને નઈમ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.

2 આરોપીઓ ઝડપાયા

ત્યારે ઘટનાના 25 દિવસ બાદ એક બહેને બંને આરોપીઓ તથા ઈન્જેક્શન આપતો વીડિયો વાઈરલ કરનાર અને મદદ કરનાર 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાવી પોલસે ભડકોદ્રા ગામના યાસીન ખાલીદ ચોક તેમજ નઇમ ઇસ્માઇલ મુસા પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિડિઓ વાયરલ કરનાર તેમજ મદદ કરનાર ફરાર આરોપીઓને ઝડપીપાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનામા IPCની કલમ-376(2),(J), 328, 114 તથા આઇ.ટી.એકટ કલમ 67 મુજબની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

(ગૌતમ ડોડિયા, ભરુચ)

    follow whatsapp

    ADVERTISEMENT