ગુજરાત ભાજપમાં ક્યાં થયો બળવો? પૂર્વમંત્રીના દીકરાએ ભાજપના જ મેન્ડેટવાળા ઉમેદવારને હરાવ્યા

ADVERTISEMENT

જંબુસર APMC ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર
Jambusar APMC
social share
google news

Bharuch Politics News: તાજેતરમાં જ ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની હાર થતા રાજકારણ ગરમાયું હતું, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ઈફ્કોવાળી થઈ છે અને જંબુસર APMCની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ ધરાવતા ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની સામે પૂર્વ મંત્રીના પુત્રએ ચૂંટણી લડીને હરાવતા એ.પી.એમ.સીની ચૂંટણી ચર્ચામાં આવી છે.

જંબુસર APMCની ચૂંટણીમાં ભાજપમાં બળવો

ભરૂચમાં જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન પદ માટે અઢી વર્ષની ટર્મ પૂરી થતા શુક્રવારે નવા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ તરફથી ભૂપેન્દ્રસિંહ રાઠોડને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, જેની સામે વર્તમાન ચેરમેન અને પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના પુત્ર વનરાજસિંહ મોરીએ ઉમેદવારી કરીને સૌ કોઈને ચોંકાવ્યા હતા. જે બાદ ચૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં મતદાન કરાયું હતું. મતદાનમાં ભાજપના મેન્ડેટ ધરાવતા ભૂપેન્દ્રસિંહ રાઠોડને 4 અને વનરાજસિંહ મોરીને 15 મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા.

આ પણ વાંચો: 15 મિનિટથી વધારે મોડું થયું તો કપાશે અડધા દિવસનો પગાર, હવે સરકારી બાબુની બહાનાબાજી નહીં ચાલે

અગાઉ ઇફ્કોની ચૂંટણીમાં પણ બની હતી આવી ઘટના

ભાજપમાં જ બળવો કરીને પૂર્વ મંત્રીના પુત્રએ APMCની ચૂંટણી લડીને પાર્ટીના મેન્ટેડ વાળા ઉમેદવારને હરાવી દેતા ફરીથી ઈફ્કોની ચૂંટણીમાં બનેલી ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી. થોડા સમય પહેલા જ ગુજરાત ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સાથે બિપિન પટેલને ઉતાર્યા હતા, જેમની સામે જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવીને તેમને હરાવી દીધા હતા. ત્યારે વધુ એક ચૂંટણીમાં આ પ્રકારની ઘટનાથી ભાજપમાં જ આંતરિક વિખવાદ હોય તેમ જણાઈ રહ્યું છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT