ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ ભરત બોઘરાએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબારને હવે રાજકીય રંગ લાગ્યો છે. આ મામલે હવે ભાજપ કોંગ્રેસ સામસામે છે ત્યારે કોંગ્રેસમાં આ મામલે ખેચતાણ પણ જોવા મળી છે. આ દરમિયાન બીજેપી નેતા ભરત બોઘરાએ બાબા બાગેશ્વર ને સમર્થન કર્યું છે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, બાબા બાગેશ્વર સનાતન ધર્મના પ્રચારક છે. અંધશ્રદ્ધા સાથે સરખામણી અયોગ્ય છે. લોકસભાની ચૂંટણી 2024માં છે. પ્રજા કોંગ્રેસને આ ચૂંટણીમાં યોગ્ય જવાબ દેશે

રાજકોટ શહેરની વાંકાનેર બાઉન્ડરી પાસે એક ખાનગી કંપનીના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત રાજકોટ-મોરબીનાં ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વર સનાતન ધર્મના પ્રચારક હોય તેમનું રાજકોટમાં સ્વાગત છે. બાબાની સનાતન ધર્મ અંગેની વાતોને અંધશ્રદ્ધા સાથે સરખાવવી યોગ્ય નથી. કોંગ્રેસના લોકો ગામેગામ જેનું મંદિર છે, તેવા ભગવાન રામ માટે પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે. કોઈ સનાતન ધર્મની વાત કરે ત્યારે તે ભાજપનું માર્કેટિંગ છે તેમ કહેવાની કોંગ્રેસને આદત પડી ચૂકી છે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભરત બોઘરાએ જણાવ્યું કે, કોરોનાના કપરા સમયમાં વેક્સિન લેવાનો ઈન્કાર કરનારા સામે બોલવાની કોંગ્રેસે શા માટે હિંમત કરી નહોંતી? ચોક્કસપણે ભાજપ પક્ષ સનાતન ધર્મને માને છે અને તેની સાથે રહેશે. કોંગ્રેસની આંખમાં કમળો હોવાથી તેને બધું પીળું-પીળું જ દેખાય છે. પણ આવનારી 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રજા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT