ભચાઉના PI ઝડપાયા 5 લાખની લાંચ લેતાઃ વહીવટદાર પણ ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ કચ્છના ભચાઉ પોલીસ મથકે કેવા કેવા કાંડ થયા હશે તેનો અંદાજો આજે જ્યારે પીઆઈ કક્ષાનો અધિકારી એસીબીના હાથે ચઢ્યો તેના પરથી લગાવી શકાય છે. વ્યાજના મામલામાં ફરિયાદ કરવા માટે પીઆઈએ 5 લાખનું મોંઢુ ખોલ્યું હતું. જોકે એસીબી આ ઘટનાનું છટકું તૈયાર કરી ચુકી હોવાનું આ અધિકારીને ખ્યાલ જ આવ્યો ન્હોતો. આખરે એસીબીએ સફળતાથી બંનેને કાયદાના ચુંગાલમાં લાવી દીધા હતા.

યુવાન સંતાનોની લાશ જોઈ પરિવારે મુકી પોકઃ વતન બોટાદમાં ઘેરો શોકઃ Ahmedabad Accident

કેવી રીતે પકડાયા ACB ના હાથે?
આ ઘટનામાં ફરિયાદીએ ખાનગી વ્યકતીઓ પાસેથી નાણા વ્યાજે લીઘા હતા. જે બાદ વ્યાજની ઉઘરાણી માટે ખાનગી વ્યકતીઓ તરફથી હેરાનગતી અને કનડગત રહેતી હોય તેમની વિરુદ્ધ આ કામના ફરિયાદીએ વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ અન્વયે ફરિયાદ આપવા ભચાઉ પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ નાઓનો સંપર્ક કર્યો હતો . જે બાબતે આ કામના આરોપી નં પો.ઈન્સ એ.બી.પટેલે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવા માટે ૫,૦૦,૦૦૦/- ની લાંચ અવેજ પેટે માંગ્યા હતા. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણા પોતાના રાઈટર આરોપી સરતાનભાઈ કરમણભાઈ કણોલ અ.હે.કો ,પીઆઈરાઈટર વર્ગ-૩ને આપવાનું કહેતા આરોપીએ લાંચના નાણા રૂા.૫,૦૦,૦૦૦/- સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ પરથી પકડાઇ ગયા હતા.

રંગે હાથે પકડાયેલા પોલીસ ઈન્સપેક્ટર અને તેના રાઈટરની સામે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT