SURAT માં કેજરીવાલના રોડ શો પહેલા માથાકૂટ, પોલીસ અને આપ સામસામે

ADVERTISEMENT

gujarattak
social share
google news

– સુરતમાં કેજરીવાલની સભા પહેલા માથાકુટ
– મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેનરો હટાવાતા માથાકુટ
– આપ કાર્યકર્તાઓ અને પોલીસ તથા એસએમસીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ

સુરત : સુરતમાં અરવિંદ કેજરીવાલ ભવ્યરોડશો અને ત્યાર બાદ જનસભા સંબોધિત કરવાનાં હતા. જેના પગલે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જનસભા અને રોડશોના આસપાસના વિસ્તારોમાંઆપના ઝંડાથી માંડીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

કાર્યકર્તાઓ બેનર લગાવે અને કોર્પોરેશન હટાવતું હોવાનો આક્ષેપ
જો કે સ્થાનિક કોર્પોરેશન પણ જેમ જેમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝંડા અને પોસ્ટર બેનર લગાવતા જતા હતા તેમ તેમ સુરત કોર્પોરેશન તે બેનરો અને પોસ્ટર હટાવી રહ્યું હતું. પોલીસને સાથે રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી. જેના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગિન્નાયા હતા

ADVERTISEMENT

કાર્યકર્તાઓએ વિરોધ કરતા અધિકારીઓએ પોલીસ બોલાવી
સભાસ્થળની આસપાસ જ્યારે કોર્પોરેશન દ્વારા પોસ્ટર બેનરો હટાવવામાં આવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉગ્ર વિરોધને જોઇને કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસને બોલાવાતા મામલો બિચક્યો હતો. ગુજરાત પોલીસ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. ગરમાગરમી થઇ હતી. જો કે કેટલાક નેતાઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT