બહુચરાજીમાં માતાજીને 250 કરોડના નવલખા હારનો શણગાર, ગાયકવાડ રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bechraji Temple: આજે દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહેસાણામાં આવેલા બહુચરાજી મંદિરમાં દશેરાના દિવસે મા બહુચરને નવલખા હારનો શણગાર કરીને રથમાં શોભામાન કરવામાં આવે છે. ખાસ છે કે આ નવલખા હારની કિંમત 250 કરોડ રૂપિયા છે.

ગાયકવાડ રાજાએ માતાજીને અર્પણ કર્યો હતો હાર

બહુચર માતા અને તેમની સાથે જોડાયેલા આ નવલખા હારની સાથે દાયકાઓ જૂની દંતકથા પણ જોડાયેલી છે. જેમાં કહેવાય છે કે, 249 વર્ષ પહેલા ગાયકવાડ રાજાની માતાને અષાધ્ય બીમારી થઈ હતી અને આ બીમારી અનેક દવા અને દુવાઓ છતાં દૂર ન થતા તેમને મા બહુચરને પ્રાર્થના કરી હતી કે મારી માતાનું દુઃખ દર્દ દૂર થશે તો હું જે રાજાશાહીથી જીવું છું તેવી જ રાજાશાહીથી તને પણ રાખીશ. કેટલાક સમય બાદ ગાયકવાડની માતા બીમારીથી મુક્ત થતા રાજાએ તે સમયે 9 લાખની કિંમતના હીરા જડિત હાર માતાને ભેટ ધર્યો હતો. ત્યારબાદ વર્ષમાં એક વખત દશેરાના દિવસે બહુચર માંને નવ લખો હાર પહેરાવી તેની શાહી સવારી નીકળે છે.

ADVERTISEMENT

દિલ્હી-મુંબઈના ચોકસી પણ સાચી કિંમત નથી કહી શક્યા

ગાયકવાડ સરકારે આપેલા આ હારનું મૂલ્ય હાલમાં કરોડોમાં અંકાય છે. આઘવ મંદિર ટ્રસ્ટ દ્વારા મુંબઈ અને દિલ્હીથી બોલાવેલા ચોક્સીઓ પણ આ હીરા જડિત હારની કિંમત આપી શક્યા નથી.

વર્ષમાં માત્ર એકવાર માતાજીને હાર પહેરાવાય છે

મા બહુચરને પહેરાવવામાં આવતો આ નવ લખો હાર અહીં મંદિરમાં જ બનાવેલા એક સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે છે. અને તેની સિક્યુરિટી પણ ગોઠવાયેલ છે. વર્ષમાં માત્ર એક જ વખત માતાજીને પહેરાવવામાં આવતો આ નવ લખો હાર આજે માત્ર મંદિર ટ્રસ્ટ જ નહીં પરંતુ ભક્તો માટે પણ ખૂબ જ મહત્વનો છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ખીજડાના વૃક્ષ સાથે પણ મંદિરનું ખાસ કનેક્શન

બહુચર માતાના મંદિરથી 100 મીટરના અંતરે આવેલું ખીજડાનું વૃક્ષ પણ આ નવલખા હાર સાથે જોડાયેલું છે. એવી દંત કથા છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેમને આ ખીજડાના વૃક્ષ નીચે હથિયારો છુપાવ્યા હતા અને મા બહુચરે એક વર્ષ સુધી આ હથિયારોની સુરક્ષા કરી હતી. જેને પગલે દર વર્ષે દશેરાના દિવસે મા બહુચર આ નવ લખો હાર પહેરીને રથમાં સવાર થઈને આ ખીજડાના વૃક્ષ નીચે આવે છે. અહીં માતાજીની ભવ્યાતી ભવ્ય પૂજા કરવામાં આવે છે. એવી લોકવાઇકા પણ છે કે, વર્ષોથી આ ખીજડાનું વૃક્ષ જે આકારમાં છે તે જ આકારમાં છે નથી તે વધતું કે નથી તે ઘટતું.

(કામિની આચાર્ય, મહેસાણા)

 

    follow whatsapp

    ADVERTISEMENT