લ્યો બોલો, કઇ કામ ધંધો ન હતો એટલે ગે બની અને ચલાવતા હતા લૂંટ, અમદાવાદ પોલીસે 4 ને ઝડપી પાડ્યા
અમદાવાદ: રાજ્યમાં ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે પૈસા કમાવવા માટે કોઈ પણ તરકીબ અપનાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં અનોખો…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે પૈસા કમાવવા માટે કોઈ પણ તરકીબ અપનાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં અનોખો કિસ્સો સામે આવ્યો હતો. ગે ચેટિંગ એપથી મળવા બોલાવી અને લૂંટ ચલાવતા હતા. ત્યારે પોલીસના હાથે પકડાયેલા તમામ આરોપીઓ પાસે કોઈ કામ ધંધો ન હોવાથી તેઓએ શોર્ટકટમાં રૂપિયા કમાવવા માટે ગુનાહિત કૃત્ય આચર્યું હતું.
છેલ્લા એક વર્ષથી કરતાં હતા આ કામ
આરોપીઓએ છેલ્લા એકાદ વર્ષ પહેલા મોબાઇલ ફોનમાં બ્લુડ તથા ગ્રાઈન્ડર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા મારફતે પોતે ગે હોવાની ખોટી ઓળખ આપીને અલગ અલગ વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા ચેટિંગ કરતા હતા. મિત્રતા કેળવીને સામેવાળી વ્યક્તિને એકાંતમાં બોલાવી ચેટિંગના મેસેજ તેમના પરિવારજનોને બતાવી બદનામ કરવાની ધમકી આપતા હતા અને મોટી રકમ પડાવી લેતા.
8 જેટલા ગુનાને આપ્યો અંજામ
પોલીસની તપાસ દરમિયાન પોલીસ સામે આવ્યું કે, આરોપીઓ રાહુલ નાયર, અભિષેક ગોસ્વામી, તક્ષક પટેલ અને વિશાલ તોમારે આ રીતે અત્યાર સુધીમાં આઠેક જેટલા ગુનાને અંજામ આપ્યો છે. જો કે પૂછપરછ દરમિયાન અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે. અમદાવાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આશારામની આરતી ઉતારવાનો મામલો ગરમાયો, શિક્ષકોની બદલી થતાં વાલીઓએ શાળાને માર્યું તાળુ
વધુ ભેદ ઉકેલાય તેવી શક્યતા
આરોપીઓએ સામાન્ય મોડેસ ઓપરેન્ડીથી નહિ પણ ગે ચેટિંગ એપ પર ફેક આઇડી બનાવી અને લૂંટ ચલાવતા હતા. બદનામ થવાના ડરે ભોગ બનનાર પૈસા સાહિતની વસ્તુઓ આપી દેતા હતા. ત્યારે હવે આ મામલે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે આમ છેતરપિંડી કરી લૂંટ ચલાવી છે તે પોલીસ તપાસમાં ખુલશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT